જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ માઁ શિવદુતી સાયન્સ સ્કૂલમાં યોજાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, c/o જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તાપી દ્વારા આયોજીત માઁ શિવદુતી સાયન્સ સ્કુલ, વ્યારાના સહયોગથી જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ ૨૦૨૩ની સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક અ,બ અને ખુલ્લો વિભાગની સ્પર્ધાઓ તા.૨૪/૦૮/૨૦૨૩ ગુરૂવારના રોજ માઁ શિવદુતી સાયન્સ સ્કૂલ, વ્યારા મુકામે યોજવામાં આવનાર છે. તો તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા કલાકારોની વિગતો તેમજ સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓની એન્ટ્રી સાથે નિયત નમુનામાં એન્ટ્રી તા.૧૪/૦૮/૨૦૨૩ સુધીમાં કચેરી સમયમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, વ્યારા ખાતે અચુક પહોંચતી કરવી અને નિયત કરેલ સ્પર્ધાના દિવસે આપના તાલુકાના વિજેતા કલાકારો / સંસ્થાઓ ભાગ લે તેની જાણ કરી આપના દ્વારા જરૂરી કાર્યવાહી થવા જાણ સારૂ.
લોક નૃત્ય, લોક ગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત – હિન્દુસ્તાની, શાસ્ત્રીય કંઠ્ય સંગીત -કર્ણાટકી, સીતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગિટાર, શાસ્ત્રીય નૃત્ય-ભરતનાટ્યમ, શાસ્ત્રીય નૃત્ય- કથ્થક, શાસ્ત્રીય નૃત્ય – મણીપુરી, શાસ્ત્રીય નૃત્ય – ઓડીસી, શાસ્ત્રીય નૃત્ય – કુચીપુડી, શીઘ્ર વકતૃત્વ (હિન્દી / અંગ્રેજી), – એકાંકી (હિન્દી / અંગ્રેજી)