તાપી જિલ્લામાં બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા ખેતર પર માળખાકીય સુવિધા ઉભી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું
૩૧ ઓગસ્ટ સુધી આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે
……….
(માહિતી બ્યુરો, તાપી) તા.૦૧ તાપી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ આપવામાં આવી રહ્યા છે. જેમાં સરકારની સહાયલક્ષી યોજના બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા ખેતર પર માળખાકીikheય સુવિધા ઉભી કરવા માટે યોજનામાં લાભ લેવા માંગતા ખેડૂતો માટે તારીખ ૦૧/૦૮/૨૦૨૩ થી તા.૩૧/૦૮/૨૦૨૩ સુધી આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવેલ છે.
બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય ઘટકમાં બાંધકામ (ઓછામાં ઓછું ૫૦ ચો.મીટર કે તેથી વધુ ) માટે થતા રૂ. ૩.૦૦ લાખ પ્રતિ એકમ ખર્ચને ધ્યાને લઈ મહત્તમ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૧.૫૦ લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે અને મશીનરી/સાધનો માટે ખર્ચના મહત્તમ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૦.૫૦ લાખ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય ઘટકમાં રાજ્યના તમામ ખેડુત ખાતેદાર/FPO/FPC/સહકારી મંડળીને ઓછામાં ઓછા ૧૫૦ ચો.મી. સુધીનું એકમ ઉભા કરવા માળખાકીય સુવિધા તથા મશીનરી અને સાધન સામગ્રી વસાવવા મહત્તમ રૂ. ૨૦.૦૦ લાખ પ્રતિ એકમ ખર્ચ ધ્યાને લઇ મહત્તમ રૂ. ૧૦.૦૦ લાખ સુધી સહાય મળવાપાત્ર રહેશે. જેમાં બાંધકામ તથા આનુષાંગિક સાધનો માટે મહત્તમ રૂ. ૫.૦૦ લાખ/એકમ અને બેન્ક લોન પર વાર્ષિક પાંચ ટકા વ્યાજ સહાય, પાંચ વર્ષ દરમિયાન, વધુમાં વધુ કુલ રૂ.૫.૦૦ લાખ સુધીની મર્યાદામાં વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે.
લાભાર્થીદીઠ તેમજ ખાતાદીઠ આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. જે બાગાયતદાર ખેડૂતો લાભ લેવા માંગતા હોય તે પોતાના ગામના ઇ- ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઇન્ટરનેટનાં માધ્યમ દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે.
અરજી કર્યા બાદ ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટઆઉટ અને તેની સાથે જરૂરી સંબંધિત સાધનિક કાગળો (૮- અ, ૭-૧૨ ની નકલ, આધારકાર્ડ, બઁક પાસબૂકનીનકલ, જાતિનો દાખલો) સહિત ૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડૂત તાલીમ કેન્દ્ર, પાનવાડી, તાપી ખાતે જમા કરાવવાના રહશે.વધુ માહિતી માટે અત્રેની કચેરીનો ૦૨૬૨૬- ૨૨૧૪૨૩ અથવા ઈ-મેઇલ આઈડીddhtapi@gmail.com પર સંપર્ક કરવાનો રહશે એમ નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
0000