પચાસ હજારના દેશી વિદેશી દારૂ મળી કુલ્લે સાડા છ લાખના મૂદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષક સાહેબશ્રી, તાપી દ્વારા તાપી જિલ્લામા પ્રોહિ જુગારની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા ડ્રાઇવનું આયોજન કરવામા આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકની સુચના મુજબ આજરોજ પોલીસ ઇન્સપેક્ટશ્રી, સોનગઢ પોલીસ સ્ટેશન તથા સોનગઢ પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમી મુજબ નવા આર.ટી.ઓ. સુરત ધુલીયા નેશનલ હાઈવે રોડ ઉપર જાહેરમાં, આવી રહેલ મહિન્દ્રા કંપનીની બોલેરો પીક-અપમાં ડ્રાઇવર સીટ તથા ક્લીનર સીટના પાછળના ભાગે છુપાવી રાખેલ ભારતીય બનાવટનો ઈગ્લીંશ દારૂનો જથ્થો કુલ્લે બાટલી/ટીન નંગ-૭૬૮ ની કિ.રૂ.૫૦,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા બજાજ કંપનીની પલ્સર મો.સા નં-GJ-26-AF-6652 તથા મોબાઇલ નંગ-૦૩ મળી કુલ્લે કિંમત ૬,૫૫,૪૦૦/- ના મત્તાનો મુદ્દામાલ પકડી પાડી સોનગઢ પો.સ્ટે. પાર્ટ સી- ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૩૧૫૭૫/૨૦૨૩ પ્રોહી કલમ-૬૫(ઇ), ૮૧, ૯૮(૨) મુજબનો ગુનો દાખલ કરેલ છે.
કબજે કરેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટનો દેશી વિદેશી દારૂ પ્રોહિ મુદ્દામાલનો જથ્થો કુલ બાટલી/ટીન નંગ-૭૬૮ જેની કિ.રૂ.૫૦,૪૦૦/- ના મત્તાનો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામા આવેલ છે.
કબજે કરેલ અન્ય મુદ્દામાલઃ-
1. મહિન્દ્રા કંપનીની બોલેરો પીક-અપ ફોર વ્હિલર ગાડી નંબર- GJ-26-T-7667 જેની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/-
2. બજાજ કંપનીની પલ્સર મો.સા નં-GJ-26-AF-6652 જેની કિંમત રૂપિયા ૯૦,000/- 3. મોબાઇલ નંગ-૦૩ જેની કિંમત રૂપિયા ૧૫,૦૦૦/-
અટક કરેલ આરોપીઓ :-
1. મયુરભાઈ ચંપકભાઈ ચૌધરી, ઉ.વ.૩૪, રહે.વિરપુર, (પુલ ફળીયુ) તા.વ્યારા, જી.તાપી
2. પૂગ્નેશ ઉર્ફે લાલુ પંકજભાઈ ચૌધરી, ઉ.વ ૨૪, રહે.વિરપુર (પુલ ફળીયુ), તા-વ્યારા, જી.તાપી
3. સ્મિતભાઈ નિલેશભાઈ ચૌધરી, ઉ.વ.૨૫, રહે.વિરપુર પુલ ફળીયુ), તા-વ્યારા, જી-તાપી
વોંટેડ આરોપીઓ:-
પ્રોહી મુદ્દામાલ પુરો પાડનારઃ-(૪) નવાપુરના મચ્છી બજારમાં આવેલ સ્ટાર વાઈન શોપ માંથી મુકેશ જેસ્વાલ રહે.નવાપુર (મહારાષ્ટ્ર) પ્રોહી મુદ્દામાલ મંગાવનાર:- (૫) બાજીપુરા ગામના હેલીપેડ પાસે રહેતા હેમંતભાઈ જેના પુરા નામની ખબર નથી. (૬) ચીરાગભાઈ ચૌધરી રહે-કિકવાડા તા.બારડોલી જી.સુરત જેનો જેના પુરા નામની ખબર નથી. (૭) મહેશભાઈ ગામીત રહે-કસવાવ તા.વ્યારા જી.તાપી જેના પુરા નામની ખબર નથી. (૮) રાજેશભાઈ ગામીત રહે-ખુશાલપુરા તા.વ્યારા જી.તાપી જેના પુરા નામની ખબર નથી.
કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી–
1. પોલીસ ઇન્સપેક્ટરશ્રી, વાય.એસ. શિરસાઠ, સોનગઢ પોલીસ સ્ટેશન 2. અ.હે.કો. સંદિપભાઇ હિરાલાલભાઈ, સોનગઢ પો.સ્ટે. 3. અ.પો.કો. ગોપાલકુમાર કાળુભાઇ વળિયા, સોનગઢ પો.સ્ટે. 4. અ.પો.કો. રાજીશભાઇ ગોપાળભાઇ ગામીત, સોનગઢ પો.સ્ટે.