બારડોલી તથા કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી, તાપી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગ, વ્યારાએ નાસતા-ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા આપેલ સુચનાના આધારે પો.ઇ.શ્રી સોનગઢ પો.સ્ટે.ના સીધા માર્ગદર્શન મુજબ આજરોજ અ.હે.કો. સંદિપભાઇ હિરાલાલભાઇ રાઉત તથા અ.પો.કો. ગોપાલકુમાર કાળુભાઇ વળિયા, તથા અ.પો.કો. રાજીશભાઇ ગોપાળભાઇ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.હે.કો. સંદિપભાઇ હિરાલાલભાઇ રાઉતને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હોય કે, બારડોલી તથા કડોદરા પોલીસ સ્ટેશનનો વોંટેડ આરોપી વિશાલભાઇ s/૦ છોટુભાઇ સુખલાલભાઇ સુર્યવંશી, ઉ.વ-૨૩, રહે-સોનગઢ, પીંપળ ફળીયુ, તા-સોનગઢ, જિ-તાપી સોનગઢ ગામે ને.હા.૫૩ ઉપર આવેલ આશીર્વાદ હોટેલ પાસે જાહેરમા હાજર છે અને તેણે શરીરે બ્રાઉન કલરની ટી-શર્ટ તથા કાળા કલરની નાઇટ પેન્ટ પહેરેલ છે. તેવી ચોક્કસ બાતમી મળતા સાથેના સ્ટાફ્ના માણસો તથા પંચોના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી બાતમીવાળી જગ્યાએ જતા આ ઇસમ હાજર મળી આવતા તેને આયોજન પુર્વક કોર્ડન કરી તેઓના નામઠામની ખાત્રી કરી બારડોલી ગ્રા.પો.સ્ટે. ૧૧૨૧૪૦૭૦૨૩૦૫૪૧/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબ તા-૧૮/૦૭/૨૦૨૩ મુજબનો ગુનો તથા કડૉદરા GIDC પો.સ્ટે. ગુ.ર.નં- ૧૧૨૧૧૪૦૨૩૨૨૧૫૫૬/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(૨) મુજબના ગુના સબંધે પુછપરછ કરતા તેણે ઉપરોકત ગુનામાં પોતાની ઘરપકડ ટાળવા નાસતો ફરતો હોવાની કબુલાત કરેલ. આરોપી વિરૂધ્ધ CrPC કલમ ૪૧(૧)(I) મુજબની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશન તથા કડોડરા GIDC પો.સ્ટે. ખાતે જાણ કરાઈ છે.
કામગીરી કરનાર પોલીસ કર્મચારી :-
(૧) અ.હે.કો. સંદિપભાઇ હિરાલાલભાઇ રાઉત,
(૨) અ.પો.કો. ગોપાલકુમાર કાળુભાઇ વળિયા,
(૩) અ.પો.કો. રાજીશભાઇ ગોપાળભાઇ.