પુખ્ત વયની મહિલાની છેડતી થતા અભયમ તાપી ટીમ મદદે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા તાલુકાના જંગલ વિસ્તારમાંથી એક 21 વર્ષની પુખ્ત વયની પરણિત મહિલાએ 181 મહીલા હેલ્પ લાઈનમાં કોલ કર્યો કે તેમનાં પડોશમાં રહેતા પરણિત પુરૂષ દ્રારા તેમની છેડતી કરવામાં આવી છે. જેથી તાપી અભયમ રેસકયું ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોચી પરણિત પુરુષ ને ઝડપી પડ્યો હતો. પરણીત પુરૂષ અને તેનાં પરિવારે માફી માગતા અને પીડિતા અને તેમના પરીવારને આગળની કોઇ કાયૅવાહી ના કરવી હોય ફરીથી આવી હરકતના કરવા તાકીદ કરી લેખિત બાયધરી લેવામાં આવી હતી.
મળતી માહિતિ મુજબ તાપી જિલ્લા ના જંગલ વિસ્તારમાં રહેતા હોવાથી જંગલમા ઝાડો વધારે અને ઘરો છુટા છવાયા દૂર દૂર હોય છે. મહિલાનાં પતિ કામ માટે બહારગામ જાય છે. માતા મૃત્યુ પામ્યા છે અને પિતા ખેતી અને પશુપાલન માટે ખેતરમાં જાય છે. બેન પોતાના બાળક સાથે ઘરે રહે છે ખેતીકામ અને પશુપાલન માં પિતા ને મદદ કરે છે, પોતાના ખેતરમાં કામ માટે ગયા જયાંથી ઘરે આવતા એકલતાનો લાભ લઈ પડોશ નાં 35 વર્ષ ના એક પરણિત પુરૂષે બેન ને તેમની સાથે શારીરિક સબંધ રાખવાની માંગણી કરી બેને તેમને ના પડતા એકાએક એ વ્યક્તિ એ બેનનો પીછો કરતા બદઇરાદાથી બેન ને પાછળથી પકડી લીધા હતાં. જેથી ડઘાઈ ગયેલી પીડિતા એ પ્રતિકાર કરી પોતાનો બચાવ કરી ત્યાંથી ભાગી ને ઘરે જઈ પરિવાર ને જાણ કરતા પીડિતા ના પરિવાર દ્વારા સામે પક્ષના પરિવારને જાણ કરી તો સામાપક્ષે પીડિતાના પરિવાર સાથે ઝગડો કર્યો હતો.
આ ઘટનાની જાણ 181મહીલા હેલ્પ લાઇનમાં કોલ કરી આગળની મદદ માગી હતી. અભયમ રેસ્ક્યૂ ટીમ તાપી દ્વારા સ્થળ પર બંને પક્ષની તમામ હકીકત જાણી અને આ રીતે મહિલાની છેડતી કરવી તે ગુનો બને તેનું ભાન કરાવ્યું હતું તેમજ તેના પરિવાર ને પણ છેડતીનો ગુનો એ કેટલો ગંભીર ગુનો છે તે વિશે કાયદાકીય માહિતી આપી. પીડિતા ને પોલીસ કાર્યવાહી વિશે પણ સમજ આપી. પુરુષના પરિવાર દ્વારા તેણે પ્રથમ ભુલ કરી છે હવે પછી આવી કોઈ ભૂલ નહીં કરે તેની ખાત્રી આપી હતી. પુરુષ દ્વારા પણ પોતાની ભુલ કબૂલી હતી અને માફ કરવાં વિનતી કરી હતી. મહિલા ના પિતા એ પણ તેને માફ કરેલ, મહિલા પણ અને આગળ કોઈ કાર્યવાહી નથી કરવી સુધરવાની એક તક આપવા માગતા હોય માફ કરવામાં આવ્યાં હતા.
અભયમ દ્રારા એ પુરૂષ અને પરિવારની બાંહેધરી મેળવી હવે પછી આવી ગુનાહિત પ્રવૃત્તિઓ થી દૂર રહેવા તાકીદ કરવામા આવી હતી.
તેમજ પીડિતાને ફરી જરૂરત જણાય તો 181 હેલ્પલાઇન પર કોલ કરી મદદ મેળવવાં જણાવેલ.