શિંગાણા હાઈસ્કૂલ ખાતે કરાઈ હિપેટાઇટિસ વિકની ઉજવણી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૨૮; ડાંગ જિલ્લામાં થઈ રહેલી ‘હિપેટાઇટિસ વિક’ની ઉજવણી નિમિત્તે, સુબીર તાલુકાના શિંગાણા સ્થિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો.

આ કાર્યક્રમમાં હિપેટાઇટિસ તથા એચ.આઇ.વી (એઇડ્સ) વિશે શાળાના બાળકોને જાગૃત કરી, ICE સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-શિંગાણાના કાર્યક્ષેત્ર હેઠળ આવેલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે DTO (જિલ્લા ક્ષય અઘિકારી) ડો.ભાર્ગવ દવે, અને STS શ્રી દેવેન્દ્ર ભગરિયા દ્વારા હિપેટાઇટિસ, એઇડ્સ અને ટી.બી વિષે બાળકોને વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શિંગાણાના સી.એચ.ઓ. શ્રી પ્રિતેશ ગામીત દ્વારા પોષણ આહાર બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા સાથે, હિપેટાઇટિસ બી screening અને રસીકરણ માટે શાળાના બાળકોને સમજાવવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમનું શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ જોશી, શિક્ષિકાબેન અમિતાબેન ગામીત, શિક્ષક શ્રી સચિન ભાઈ, અને શાળાના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરાયું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other