હરે કૃષ્ણ કેન્દ્ર, બુહારીથી 55 ભક્તો પવિત્ર અધિક શ્રાવણ માસ નિમિત્તે હરિદ્વાર- શ્રુષિકેસ યાત્રા કરી પરત ફર્યા
(પ્રતિનિધિ દ્વારા, બુહારી) : દર ગુરુવારે રામજી મંદિર, બુહારીમાં થતાં ગીતા સત્સંગ માંથી 55 ભક્તો તા. 18જુલાઈ ને મંગળવારે બુહારીથી હરિદ્વાર ગયા હતા. ત્યાં ભાગવત કથા સહિત સાત દિવસની યાત્રા નું આયોજન ભક્ત પદ્મેશભાઈ વૈદ્ય, બુટવાડા તથા એમનાં સાથી મિત્રો દ્રારા ત્યાં રહેવા-જમવાની સુવિધા કરવામાં આવી હતી. ભક્તો સંપૂર્ણ ભક્તિ ભાવ સાથે આ સંપૂર્ણ આયોજનનો લાભ લઈ નવા ઉત્સાહ સાથે બુહારી પાછા ફર્યા હતા ત્યારે ચાર રસ્તે બલ્લુકાકા દ્વારેથી શ્રી સત્યજીતભાઈ દેસાઈ વગેરે ગામનાં વડીલો દ્રારા પુષ્પ હાર પહેરાવી ભક્તોનું અભિવાદન કરવામાં આવ્યું. બજાર માંથી લઈ શ્રી રામજી મંદિર સુઘી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે મહામંત્રના કિર્તન સાથે બધાએ ગામમાં ફરી કરી. ગુરુવારના સાપ્તાહિક કાર્યક્રમમાં શ્રીમાન કેશવ શ્યામસુંદર દાસ ના ગીતા પ્રવચન બાદ સૌ ભક્તો માટે જામણીયા ગામના શ્રીમાન કૃષ્ણ ગોપાલ પ્રભુ (કેશવભાઈ પટેલ) દ્વારા મહાભોજ / ફીસ્ટ પ્રસાદ આયોજીત થયો હતો.