પરણિતાએ પોતાનું લગ્નજીવન બચાવવા માંગી 181 હેલ્પલાઇન તાપીની મદદ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પીડિતાના ભાઈ દ્વારા 181 હેલ્પલાઇન પર કોલ કરી જણાવવામાં આવ્યું હતું કે, તેઓ ઉચ્છલ તાલુકામાં આંતરિયાળ એરિયામાં રહે છે તેમના બેનને ગુજરાતી બોલતા આવડતું નથી. તે પોતાની લોકલ ભાષામાં બોલી શકે છે. હાલ લગ્ન ને 2 માસ થયાં છે અને પીડિતાના પતિ અને સાસરી પક્ષવાળા બેનને રાખવાની ના પડે છે. જેથી સમજાવવા મદદની જરૂર છે. કોલ મળતા 181 ટીમ સ્થળ ઉપર પહોંચી પીડિત મહિલા સાથે તેમની લોકલ ભાષામાં વાત કરી તમામ હકીકત જાણવા મળી કે, લગ્ન ને બે માસ થયાં છે પતિ સુરતમા ટ્રક ડ્રાઈવરનું કામ કરે છે. તેમનું રહેવાનું ત્યાંજ છે, લગ્ન પછી પંદર દિવસ રહી ને ગયા ત્યાર પછી થોડા થોડા સમયે ઘરે આવવા જવાનુ હતું. હાલ અઠવાડિયા પહેલા ઘરે આવી ને પીડિતા ને પિયરમાં મળવા માટે નું કહીને લઈ ગયા અને ત્યાં જઈને પીડિતાને મૂકી ને આવતા રહ્યા અને જણાવેલ કે હવે તે તેમની સાથે આગળ રહેવા માંગતા નથી. પરિવાર દ્વારા સમાજ માં પાંચ દ્વારા બેઠક કરી તો તેમને કારણ જણાવેલ કે પીડિતા તેમને ગમતી નથી અને તેના મોં ઉપર ખીલ છે ગુજરાતી બોલતા નથી આવડતું ઉંમરમાં મોટી છે જેથી હવે સાથે રહેવા માંગતા નથી તમામ હકીકત જાણી સ્થળ પરથી પીડિતાની સાસરી માં જઈ પરિવાર તેમજ પીડિતાના પતિનું કાઉન્સેલિંગ કર્યું. સમજાવ્યા કે બેન ના મોં પર ખીલ છે જે માટે તેઓ ચામડીના ડોક્ટર પાસે યોગ્ય સારવાર કરાવી શકાય તેમજ ધીમે ધીમે પરિવાર સાથે તેમને ગુજરાતી પણ બોલતા શીખી જશે. જે વિશે સમજાવી કાયદાકીય સમજ આપી તેમજ પોલીસ કાર્યવાહી વિશે સમાજ આપી બંને પાક્ષે સમજાવી સમાધાન કરાવ્યુ હતુ. હાલ પીડિતા પરિવાર સાથે સાસરીમાં રહે છે, 181 ટીમ તાપી દ્વારા તૂટતો પરિવાર બચાવાયો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *