ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં દીપડાએ વાછરડાને શિકાર બનાવી મારણ કરતાં લોકોમાં ફફડાટ

Contact News Publisher

દીપડો દેખાતા ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ના લોકોમાં ભયનો માહોલ

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ના ભરવાડ ફળિયામાં સાંજના સમયે વાછરડા ને શિકાર બનાવી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી મારણ કર્યું હતું વાછરડા પર હુમલો કરતાં લોકોમાં દીપડાઓના ભયના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે . જયારે આજુબાજુ ના વિસ્તારોમાં વારંવાર હુમલા અને દીપડાઓના દેખાવાના કારણે હવે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ના ગ્રામજનોમાં પણ ભયનો ડર જોવા મળી રહ્યો છે.જે દિપડાને પકડવા વનવિભાગ દોડી આવ્યુ હતુ.જોકે દિપડો ભાગી છુટયો હતો. આ ખૂંખાર દિપડાએ વાછરડા પર   હુમલો કરી શિકાર કરવાનો પ્રયાસ  કરી વાછરડા નું મારણ કર્યું હતું. પાકની આડ લઈ ભાગતો ફરતો આ દિપડાને પકડવા વનવિભાગે કાર્યાવહી હાથ ધરી છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other