જનરલ હોસ્પિટલના ડોક્ટરોએ એસ.એન.સી.યુ.ની અધ્યતન સુવિધાઓ થકી નવજાત બાળકને નવજીવન બક્ષ્યું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના નંદુરબાર જીલ્લાના નિકિતાબેન હરેશભાઈ ગામીત ઉંમર 20 વર્ષ રહે. મું.નાગઝરીને પ્રસુતિ પીળા ઉપડતા તારીખ ૧૩/૦૫/૨૦૨૩ ના રોજ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે પ્રસુતિ માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓના જરૂરી રિપોર્ટ તાત્કાલિક કરવામાં આવ્યા અને તપાસમાં ત્રણ બાળકો હોવાની ખબર પડતા ગાયનેક વિભાગના ડોક્ટરો દ્વારા સિઝેરિયન ડિલિવરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ડોક્ટરો તથા ગાયનેક વિભાગના તમામ સ્ટાફ દ્વારા નિકિતાબેનનું સફળ પ્રસુતિ કરવામાં આવી જેમાં પ્રથમ બાળક જન્મતાની સાથે મરણ પામેલ બીજો બાળક નો વજન 940 ગ્રામ તથા ત્રીજા બાળકનું વજન 640 ગ્રામ જન્મેલ હતા. બાળકો 26 થી 28 અઠવાડિયાના અધૂરા માસના જન્મેલ હોય બાળકોને તરત એસ. એન.સી.યુ.માં દાખલ કરવામાં આવેલ બાળકોનો પૂર્ણ વિકાસ ન હોવાથી બાળકને શ્વાસ લેવાની તકલીફ હતી. જેથી બાળકને સી-પેપ મશીન પર મૂકવામાં આવ્યો. સાથે બાળકને ઓછી પરિપક્વતાને લીધે બાળકને ઘણી તકલીફો થઈ જેમ કે દૂધનું અપાચન, આંતરડામાં ચેપ, વારંવાર શ્વાસ બંધ પડી જવા, લોહીના ગંભીર ચેપ, અધૂરા મહિનાને કારણે આંખનો પડદો વિકસિત ન થવો, લોહીનો ઘટવુ, કેલ્શિયમનુ ઓછુ પ્રમાણ.
આ બધી મુશ્કેલીઓનો બાળરોગ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા અથાક, મહેનત અને દેખરેખ રાખી સારવાર કરવામાં આવી અને બાળકને ધીમે ધીમે નળી દ્વારા માતાનું ધાવણ ચાલુ કરવામાં આવ્યુ. જેમ જેમ બાળક દૂધ લેવા લાગ્યુ એમ નળીના બદલે ચમચી તેમજ બ્રેસ્ટ ફીડીગ આપવામાં આવ્યુ. સાથે મધર કાંગારુ કેર પણ આપવામાં આવ્યું. જેથી બાળકના વજનમાં સારો એવો વધારો થયો. ધીરે ધીરે બાળકનું વજન વધવા લાગ્યુ અને હાલ જન્મના 52 માં દિવસે 1.230 ગ્રામ વજન થઈ ગયું.
આમ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ.નૈતિક ચૌધરીના માર્ગદર્શન અને બાળરોગ નિષ્ણાંત ડોક્ટરો, રેસીડેન્ટ ડોક્ટરો તથા એસ.એન.સી.યુ.ના સ્ટાફ તથા બાળકના માતા-પિતાના સહકારથી સ્વસ્થ બાળકને તારીખ ૦૪/૦૭/૨૦૨૩ના રોજ રજા આપવામાં આવી.
જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા એસ.એન.સી.યુ.ની અધ્યતન સુવિધાઓ જેવી કે વેન્ટિલેટર, બબલ સીપેપ, આંખના પડદાની તપાસ, જન્મજાત હૃદયરોગની સ્ક્રિનિંગ વગેરેની સગવડો જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા ઊભી કરવામાં આવી છે. જેના લીધે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
જનરલ હોસ્પિટલ વ્યારાના સિવિલ સર્જન ડૉ.નૈતિક ચૌધરી દ્વારા પણ હોસ્પિટલમાં આવતા અસાધારણ કેશો માટે તેમના દ્વારા માર્ગદર્શન અને સલાહ મુજબ ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે. જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે સંજીવની બની રહી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *