સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ અંતર્ગત ઓલપાડની મોર મુખ્ય પ્રાથમિક શાળામાં બાળાઓને માર્ગદર્શિત કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ‘સ્માર્ટ ગર્લ: ટુ બી હેપ્પી, ટુ બી સ્ટ્રોંગ’ પ્રોજેક્ટ અનુસંધાને ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોર મુખ્ય પ્રાથમિક શાળામાં કિશોરીઓ સ્વજાગૃતતા, સંવેદનશીલતા, મૈત્રી અને મોહનો ભેદ પારખવાની ક્ષમતા, આત્મવિશ્વાસ અને આત્મરક્ષા બાબતે યોગ્ય સમજ કેળવે તે હેતુસર પરસ્પર ગોષ્ઠિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શાળાનાં સાયન્સ ટીચર અને કાર્યક્રમનાં માર્ગદર્શક એવાં શ્રીમતી દર્શના પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ અંતર્ગત આજનાં આધુનિક યુગમાં વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ માર્ગદર્શન દ્વારા કિશોરીઓને યોગ્ય દિશા મળશે. શાળાનાં આચાર્યા શ્રીમતી પ્રેક્ષા પટેલે આ તકે માહિતીસભર વાતો રજૂ કરી બાળાઓને માર્ગદર્શિત કરી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other