બેંક ઓફ બરોડા દ્વારા પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ

Contact News Publisher

બેંકનાં સ્ટાફગણે ૧૧૬ માં સ્થાપના દિનની ઉજવણી શાળાનાં બાળકો સાથે કરી

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : દેશ વિદેશની સાર્વજનિક ક્ષેત્રની અગ્રણી બેંકો પૈકીની એક એવી બેંક ઓફ બરોડાનાં ૧૧૬ માં સ્થાપના દિવસનાં શુભ અવસરે ઓલપાડ તાલુકાનાં કરંજ ગામ સ્થિત બેંક ઓફ બરોડા દ્વારા સેવાકીય ભાવનાથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો નાનકડો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
બ્રાન્ચ મેનેજર અવિનાશકુમારે કેશિયર ધવલકુમાર, બેંક સ્ટાફનાં હિતેશ પટેલ સહિત શાળામાં ઉપસ્થિત રહીને બાળકોને પોતાનાં વરદ હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે બ્રાન્ચ મેનેજર અવિનાશકુમારે જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડા વિશ્વસનીયતા અને પ્રગતિનાં પ્રતિકરૂપે કામ કરી રહી છે. તે ગ્રાહક કેન્દ્રિત બેન્કિંગ પ્રથાઓને ઉજાગર કરી રહી છે.
અંતમાં શાળાનાં આચાર્ય રમેશભાઈ પટેલે બાળકો સમક્ષ બેંક વિશે સંક્ષિપ્ત માહિતી અને માર્ગદર્શન રજૂ કરી બેંકનો સમગ્ર શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other