સોનગઢ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત સ્વાવલંબી ભારત અભિયાન અંગે બેઠક યોજાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત સ્વાવલંબી ભારત અભિયાન ભારતના ૭૦૦ જીલ્લામાં કાર્યરત છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આ કાર્યને ગતિ આપવા એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રાંત સંગઠક શ્રી મનોહરજી, આર.એસ.એસ. ના વિભાગ સહકાર્યવાહક વસંતભાઈ ગામિત તથા મુખ્યમાર્ગ સૈયોજક રાહુલ શિમ્પી, વિભાગ સૈયોજક સ્મિતભાઇ,જિલ્લા સૈયોજક મિનેશ અગ્રવાલ, જિલ્લા સહસૈયોજક રાહુલ જોષી વગેરેએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ અભિયાન અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં યુવા રોજગારી, સ્વાવલંબન અને નવા સ્ટાર્ટઅપને વેગ મળે તે ઉદ્દેશ ને લઈ આ બેઠકમાં માર્ગદર્શન આપી ચર્ચા કરાઈ હતી.