કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ડાંગ ખાતે ડાંગની મૂલ્યવર્ધન ખેતપેદાશ અને ખેતીની નવીનતમ તાંત્રિકતા નિદર્શન યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જીલ્લામાં વઘઇ ખાતે આવેલ નવસારી કૃષિ યુનિવર્સિટીનું ખેડૂતોને માહિતી આપતું કેન્દ્ર એવું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે ડાંગની મૂલ્યવર્ધન ખેતપેદાશ અને ખેતીની નવીનતમ તાંત્રિકતા નિદર્શન યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદઘાટન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ડાંગ જિલ્લાના અને જિલ્લા બહારના ખેડૂતોને બધી ખેતપેદાશો અને ચીજવસ્તુમાંથી મૂલ્યવર્ધિત કરી આર્થિક ઉપાજન મેળવતો થાય અને કૃષિ ટેકનોલોજીને પોતાની ખેતીમાં ઉપયોગ કરી શકે તે છે.
આ કાર્યક્રમમાં માનનીય કુલપતિશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી ડો. ઝેડ. પી. પટેલ ના વરદ હસ્તે મૂલ્યવર્ધન ખેતપેદાશ અને ખેતીની નવીનતમ તાંત્રિકતા નિદર્શન યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ડો. એન. એમ. ચૌહાણ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી. ન.કુ.યુ., નવસારી, ડો. જે. કે. પટેલ નિયામકશ્રી, પ્રસાર શિક્ષણ ભવન, આણંદ અને ડો. જે. બી. ડોબરીયા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કે.વી.કે, વધઈ હાજર રહ્યા હતા. કુલપતિશ્રી, ન.કુ.યુ., ડો. ઝેડ. પી. પટેલે આ પ્રસંગે જણાવ્યું કે ડાંગના લોકોમાં પ્રકૃતિનું ખૂબ જ મહત્વ છે અને આયુર્વેદિક દવાઓનો પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરવા તેમજ હલકા ધાન્ય કે અન્ય ચીજ વસ્તુઓમાંથી મૂલ્યવર્ધિત કરી તેનું બહારથી આવતા વ્યક્તિઓમાં વેચાણ કરી સારી આવક મેળવી શકાય તેમજ કૃષિ ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું. ડો. એન.એમ. ચૌહાણ દ્વારા કે.વી.કે., વઘઇ ની કામગીરી ને વખાણતા જણાવ્યું કે કે.વી.કે., વઘઇ ખાતે ઊભા કરેલા આ બને નિદર્શન યુનિટ ગુજરાતના દરેક ખેડૂતો, સખી મંડળ અને FPO ને પ્રેરણાનો સ્ત્રોત બનશે તેવુ જણાવ્યુ હતુ. આ પ્રસંગે સુરત જિલ્લાના મહુવા તાલુકાથી 35 થી વધુ બહેનો હાજર રહ્યા હતા તેમજ દક્ષિણ ગુજરાતના ૪૫ થી વધુ અઘિકારી હાજાર રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. જે. બી. ડોબરીયા, વરિસ્ટ વેજ્ઞાનિક અને વડા તેમજ કે.વી.કે, ન.કુ.યુ., વધઈ ની ટીમ એ ભારે જહેમત ઉઠાવી હતી.