ઓલપાડ તાલુકાનાં મીંઢી ગામનાં પાદરે બતક મંડળી વરસાદનાં વધામણા કરતી કેમેરામાં ઝડપાઇ
Contact News Publisher
સૃષ્ટિ પરની સમગ્ર જીવસૃષ્ટિનો પાલક એટલે વરસાદ. જેની ગંધમાત્રથી ધરતીનાં કણેકણમાં નવો ઉન્માદ જાગે છે. ગામની સીમમાં વરસાદનાં વધામણા કરતાં મોરનાં ટહુકા વાતાવરણને મદહોશ કરી દે છે. ઉનાળાની આગને ઓલવી આહલાદક શીતળતાથી વાતાવરણને તરબોળ કરતાં વરસાદનો કોઇ વિકલ્પ જ નથી. ઓલપાડ તાલુકાનાં મીંઢી ગામનાં પાદરે મેઘરાજાની શાહી સવારીને આવકારવા તળાવની પાળે બતક મંડળી પોતાની પરિભાષા ‘ક્વેક-ક્વેક’ સાથે છાતી કાઢીને રૂઆબભેર આગળ વધતી કેમેરામાં ઝડપાઇ હતી.
(તસવીરઃ વિજય પટેલ, ઓલપાડ)