આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023ની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા તાલુકક્ષાની મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ

Contact News Publisher

શ્રી અન્ન અંગે જાગૃતતા વધારવા વ્યારા ખાતે મિલેટ્સમાંથી બનતી વાનગીઓની સ્પર્ધા યોજાઇ

૫૦ જેટલી આંગણવાડી વર્કર બહેનો ૧૦ કિશોરીઓએ ભાગ લીધો

માહિતી બ્યુરો, તાપી તા.13: ભારતની પરંપરાગત ખેત પેદાશો એટલે ‘શ્રી અન્ન’ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આવા માટે વડાપ્રધાનશ્રીની હિમાયતના પગલે સંયુક્ત રાષ્ટ્રે વર્ષ -૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે.

આ અન્વયે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મિલેટ્સમાંથી બનતી વાનગી અંગે આંગણવાડી કક્ષાએ ત્યાર બાદ ઘટક કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવા જણાવાયું છે. જેનો હેતુ આઇસીડીએસના તમામ લાભાર્થી તથા છેવાડાના લોકો સુધી મિલેટસ તથા તેના પોષણયુક્ત વાનગીઓ વિશેની જાગૃતતા કેળવાય એવો છે. આઇસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્ર મારફત આપતા ટી.એચ.આર અંગેની જાગૃતતા વધારવા તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા તથા પરંરાગત ધાન્યના ઉપયોગ અંગે જાગૃતતા કરવા આ વાનગી સ્પર્ધાઓ યોજાઇ રહી છે.

આ કાર્યક્રમ અન્વયે મિલેટ્સમાંથી બનતી વાનગીઓની સ્પર્ધાનું આયોજન આજે વ્યારા ઘટક – ૧ માં સીડીપીઓશ્રી તનવી પટેલના માર્ગદશન હેઠળ કરવામાં આવ્યું. જેમાં ૫૦ જેટલી આંગણવાડી વર્કર બહેનો ૧૦ કિશોરીઓએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં આંગણવાડી બહેનો દ્વારા મિલેટ્સમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી જેવી કે મિલેટ્સની ભેલ, નાગલીની સુખડી, નાગલીની ઇડલી, લાલ જુવારના લોટ શીરો , મિક્ક્ષ લોટ અને મેથી ભાજીના મૂઠિયા જેવી વાનગીઓ બનાવવામાં આવી હતી.

જેમાં પ્રથમ ઇનામ ગોરૈયા-૨ આંગણવાડી કેન્દ્રના વર્કર આશાબેન હરેશભાઈ ગામીત જુવાર અને બાજરીના લોટની ઇડલીને પ્રાપ્ત થયું હતું. જ્યારે દ્વિતીય ઇનામ વ્યારા-૧૦ આંગણવાડી કેન્દ્રના વર્કર ખુશ્બુબેન વિપુલભાઈ ઢોડિયા મિલેટ્શની ભેલ, ત્રીજુ ઇનામ આંધરવાડીનજીક આંગણવાડી કેન્દ્રના વર્કર રિચાબેન લક્ષ્મણભાઈ ગામીતને નાગલીની સુખડી વાનગી માટે આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં તાલુકા પંચાયત વ્યારા પ્રમુખશ્રી જશુબેન ગામીત, એન.આર.સી. વ્યારા નીતાબેન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other