તાપી જિલ્લાની ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજ, ઇન્દુ, વ્યારા, ખાતે આગામી તા. ૧૫મી જુલાઈ, ૨૦૨૩ એ ‘જિલ્લા યુવા ઉત્સવ’ યોજાશે
નેહરૂ યુવા કેન્દ્ર,સુરત (તાપી) દ્વારા આયોજિત ‘યુવા ઉત્સવ’ કાર્યક્રમમાં યુવાનો પોતાની સુષુપ્ત પ્રતિભા બહાર લાવી શકશે
–
કાવ્યલેખન, ચિત્ર, વકતૃત્વ, ફોટોગ્રાફી તેમજ સાંસ્કૃતિક સ્પર્ધા (ગ્રુપ ડાન્સ) જેવી અલગ અલગ સ્પર્ધાઓ યોજાશે
–
માહિતી બ્યુરો, તાપી તા.13: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા દેશના ૧૫૦ જિલ્લાઓમાં યુવા ઉત્સવ-૨૦૨૩ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સુરત(તાપી) જિલ્લાના વ્યારા તાલુકામાં ગવર્નમેન્ટ નર્સિંગ કોલેજ, ઇન્દુ, વ્યારા, તાપી ખાતે આગામી તા. ૧૫મી જુલાઈ, ૨૦૨૩ એ સવારે ૯.૦૦ વાગ્યે ‘જિલ્લા યુવા ઉત્સવ’ યોજાશે.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ‘યુવા શક્તિ સે જનભાગીદારી’ નો મુખ્ય ઉદ્દેશ છે. ત્યારે વડાપ્રધાનશ્રીના ‘પાંચ પ્રણ’ ની થીમ પર નેહરૂ યુવા કેન્દ્ર,સુરત(તાપી) ના નેતૃત્વમાં આયોજિત યુવા ઉત્સવમાં યુવાનો પોતાની સુષુપ્ત પ્રતિભા બહાર લાવી શકે એવા આશયથી કાવ્યલેખન, ચિત્રકામ, વકતૃત્વ, ફોટોગ્રાફી તેમજ સાંસ્કૃતિક સ્પર્ધા (ગ્રુપ ડાન્સ) જેવી અલગ અલગ સ્પર્ધાઓ યોજાશે.
૦૦૦૦૦