અંતરનો અજંપો આપણને જંપવા દેતો નથી : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા) : ઘેર ગાયો પાળો, ઘેર ઘેર વૃક્ષ વાવો, કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ અને માનવસેવાનો ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક પરંપરાગત મોટામિયાં માંગરોલની ગાદીના હાલના ગાદી પતિ સજ્જાદાનશીન આદરણીય હિઝ હોલીનેસ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર – ઉત્તરાધિકારી આદરણીય ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબની વિશેષ હાજરીમાં તાપી જિલ્લા અને વ્યારા તાલુકાના ઊંચામાળા ખાતે ભવ્ય પ્રકૃતિ પર્વનું આયોજન શનિવારના રોજ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું, ઊંચામાળા શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રાજુ કરાયું હતું, તેમને પ્રોત્સાહન ઇનામ પણ અપાયા હતા.
સ્વાગત પ્રવચન ડો. રાયસીંગભાઈ ચૌધરીએ કરેલ હતું, ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી દ્વારા ડો મતાઉદ્દીન ચિશ્તીસાહેબ નું સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ રાત્રે 9-30 કલાકે પોતાની આગવી શૈલીમાં આદ્યાત્મિકતા, જીવન ઉપયોગી બોધ, વ્યસન મુિક્ત અને શિક્ષણ ઉપર ખાસ પ્રવચન પ્રવચન આપી જણાવેલ હતું કે, તેમના દાદા હિઝ હોલીનેસ ફરીદુદ્દીન ચિશ્તી સાહેબે સમગ્ર જીવન લોકસેવા માટે સમર્પિત કરી સેવા કરી અન્યને સેવાની પ્રેરણા આપી, વર્તમાન પરિસ્થિતિમાં અજંપો આપણને જંપવા દેતો નથી, અજંપા ને દૂર કરવા આદ્યાત્મનો માધ્યમ જરૂરી છે. વધુમાં આપે ક્હયું હતું કે “ન હિંદુ હતો, ન મુસ્લિમ હતો, ન શીખ હતો ન ઇસાઇ હતો, નશ્વર દેહની ભાળ મળીને, ખબર પડી એ માણસ હતો”, પ્રકૃતિમાં સ્વીકૃતિનો ગુણ હોવો જોઇએ, જેનો અભાવ વિકૃતિને આકર્ષે છે, એમ કહી માનવમાં વિકૃતિ ઘર કરી જાય તો માનવ જ દાનવ બને છે જણાવી વિવિધ ઉદાહરણ દ્વારા સુંદર સમજ આપી જીવનને ખોટા માર્ગ પર ન લઇ જવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સાંજે ભોજન તેમજ પ્રસાદી પણ રાખવામાં આવેલ હતી, પ્રવચન બાદ ફુલહાર વિધિ અને કોમી એકતા ના ભજનો પણ રજુ કરવામાં આવેલ હતા આ કાર્યક્રમ મા સલીમભાઇ સેગવાવાળા, અબ્દુલભાઇ બાબર (યુ. કે.) તથા અનેક સામાજિક આગેવાનો સહિત ખુબ મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા હતા જ્યારે સંચાલન ઈશ્વરભાઈ ચૌધરી અને આભારવિધિ પરેશભાઇએ કરી હતી. આ કાર્યક્મમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ કોમની માનવમેદની ઉમટી પડી હતી.