ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓએ આધાર-મોબાઇલ નંબર દિન-૦૭ માં અપડેટ કરાવી લેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તાપી ની અપીલ*

Contact News Publisher

તાપી જિલ્લાના લાભાર્થીઓએ પોતાના તાલુકાની મામલતદારશ્રીની કચેરી ખાતે દિન-૭ માં આધાર- મોબાઈલ નંબર અપડેટ કરાવી લેવાના રહેશે
———–

માહિતી બ્યુરો,તાપી તા.૨૬ તાપી જિલામા આજની સ્થિતિએ મે-૨૦૨૩ અંતિત કુલ ૨૪૫૬૬ ગંગા સ્વરૂપા બહેનો છે. લાભાર્થીઓને સહાયની રકમ દરેક માસે સીધા લાભાર્થીના બચત ખાતામાં ડી.બી.ટી.ના માધ્યમથી ચુકવાણી કરવામાં આવે છે. વધુમા આ યોજનામા સહાય ચુકવવા બાબતે પારર્દર્શિતા અર્થે તાજેતરમાં આધાર બેઇઝ્ડ પેમેંટ પધ્ધતિથી લાભાર્થીનું આધાર કાર્ડ લીંક હોય તે ખાતામાં સહાય ચુકવણી કરવામા આવી રહી છે.

ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના હેઠળ માસિક રૂ.૧૨૫૦/-ની સહાય મેળવતા તાપી જિલ્લા ખાતેના ૨૦૦ લાભાર્થીઓના આધાર કાર્ડ ઉપલબ્ધ નથી અને ૪૮૬૭ લાભાર્થીઓના ફોન નંબર ઉપલબ્ધ નથી જેથી કરીને હાલમા એકાઉંટ બેઇઝડ પેમેંટ પધ્ધતિથી સહાય ચુકવણી કરવામાં આવતી હોય આધાર કાર્ડ બેઇઝડ પેમેંટ પધ્ધતિથી સહાય ચુકવણાનો લાભ લઇ શકે.

જેથી લાભાર્થીઓએ તાલુકા કક્ષાએ મામલતદારશ્રીની કચેરી વ્યારા ખાતે પ્રવીણભાઇ ગામીત, ડોલવણ તાલુકા ખાતે કાર્તિક ચૌધરી, ઉચ્છલ તાલુકા ખાતે પટેલ નયનકુમાર, વાલોડ તાલુકા ખાતે પટેલ હેમાંશુકુમાર, સોનગઢ તાલુકા ખાતે ગામીત રવિભાઇ, નિઝર અને કુકરમુંડા ખાતે પાડવી દિપકભાઇ તેમજ મહિલા અને બાળ અધિકારીશ્રી તાપીની કચેરી જિલ્લા સેવા સદન પાનવાડી બ્લોક નં.૪ ખાતે ગામીત બિપીનકુમાર અને નંબર-૦૨૬૨૬ ૨૨૨૨૨૦ પર દિન ૭ (સાત) માં આધારકાર્ડ અને મોબાઇલ નંબર અપડેટ કરાવવા સર્વે ગંગા સ્વરૂપા આર્થિક સહાય મેળવતી બહેનોને અનુરોધ કરવામા આવે છે. જેથી સહાય મેળવવામા આગામી સમયમા કોઇ મુશ્કેલી ઉભી ન થાય એમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તાપી ડો. મનિષા મુલતાની દ્વારા અખબારી યાદીમા જણાવાયું છે.
00000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *