બાજીપુરામા યોજાયેલ ભાજપની વિશાળ જાહેર સભાના આયોજનમા જીલ્લા મહામંત્રી જાતે ખુરસીઓ ગોઠવતા દેખાયા
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દેશના સર્વાધિક લોકપ્રીય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૯ વર્ષ પુર્ણ થયેલ છે. તે અંતર્ગત ‘‘વિશેષ જન સંપર્ક અભિયાન અને વિવિધ કાર્યક્રમો” પૈકી ર૩-બારડોલી લોકસભાની ‘વિશાળ જાહેર સભા’’ નું આયોજન આજ રોજ બાજીપુરાના સુમુલ ખાતે કરાયુ હતું. જેમાં ભા.જ.પા. પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહેવાના હોય કાર્યક્રમના આયોજનમા કોઇ કચાશ ન રહી જાય એ માટે તાપી જીલ્લા ભાજપના મહામંત્રી વિક્રમભાઈ તરસાડીયા દ્વારા કાર્યકરો સાથે ખભાથી ખભા મીલાવી કામ કરતા દેખાયા હતાં.