સરકારી/ગ્રાન્ટ ઇન-એઇડ/સ્વનિર્ભર સંસ્થાઓનું પ્રવેશસત્ર ઓગસ્ટ-૨૦૨૩
Contact News Publisher

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલ ખાતે પ્રથમ રાઉન્ડના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ છેલ્લી ૨૫ જુન
……….
(માહિતી બ્યુરો વ્યારા) તા.૧૬ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલમાં પ્રવેશસત્ર ઓગસ્ટ- ૨૦૨૩માં ઓનલાઇન પ્રવેશ મેળવવા માટે પ્રથમ રાઉન્ડના ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૫-૦૬-૨૦૨૩ છે, પ્રવેશ વાંચ્છુક ઉમેદવારોને સંસ્થા ખાતેથી પ્રવેશ સંબંધિત માર્ગદર્શન પુરું પાડવામાં આવશે.તેમજ ઓનલાઇન પ્રવેશ ફોર્મ વિના મુલ્યે ભરી આપવામાં આવશે. એડમીશનના બીજા-ત્રીજા રાઉન્ડની જાહેરાત પછીથી આપવામાં આવશે.વધુ માહિતી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલ સંનો રૂબરૂમાં સંપર્ક કરવો. અથવા મો.નં. ૯૦૯૯૦૪૪૯૧૭, ૯૮૨૫૧૯૦૦૦૭ ઉપર સંપર્ક કરવા આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા,ઉચ્છલ જિ.તાપી ની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦
