જિલ્લા સમાહર્તાશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને પ્રાથમિક શાળા ભોજપુર, રૂપવાડા અને ખાનપુર ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો
Contact News Publisher

માહિતી બ્યુરો, તાપી. તા.૧૪: ગત રોજ તાપી જિલ્લાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સમાહર્તાશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને પ્રાથમિક શાળા ભોજપુર, રૂપવાડા અને ખાનપુર ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.
જેમાં કલેક્ટરશ્રીએ બાળકોને પ્રેરણાત્મક ઉદ્બોધન કરતા બાળકોને શિક્ષણના મહત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ સાથે ગુજરાત સરકારના પ્રયાસોથી દિકરીઓમાં શિક્ષણનુ સ્તર ઊંચું આવે તે હેતુથી કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે, એમ જણાવી દિકરીઓને ભણવામાં આગળ વધવા પ્રેરણા આપી હતી.
કલેક્ટરશ્રીએ પ્રાથમિક શાળા ભોજપુર તથા પ્રાથમિક શાળા ખાનપુર ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ કલાસનું ઉદઘાટન પણ કર્યું હતું. તથા પ્રાથમિક શાળા ખાનપુર ખાતે ટ્રાસ્પોર્ટેશન વાનને પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં બાળકોને એજ્યુકેશનની કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. મહાનુભાવોએ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કર્યું હતું.
૦૦૦૦૦
