તાપી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા પોકસો કાયદા અન્વયે કાનુની જાગૃતતા શિબિર યોજાઇ
માહિતી બ્યુરો, તાપી તા.૧૨: આજરોજ વ્યારા ખાતે આવેલ ‘અજય જનકરાય નરસિંગ ઇન્સ્ટીટયુટ ખાતે ‘જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ તાપીના અધ્યક્ષ શ્રીના માગૅદશૅન અન્વયે પોકસો કાયદા બાબતે કાનુની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ તાપીના સેક્રેટરી દ્વારા પોકસો કાયદાની વિવિધ જોગવાઈ અનુસાર માગૅદશૅન આપવામા આવ્યું હતું. તેમજ ગૂડ ટચ બેડ ટચ વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ પી. એલ. વી. મીનાબેન દ્વારા એન્ટી રેગીંગ કાયદા બાબતે જાગૃતતા કેળવવામાં આવી હતી. વધુમા દક્ષિણાપથ શાળામા પણ આ વિષય અંગે સમજ આપવામાં આવી હતી. આમ તાપી જિલ્લાની વિવિધ શાળા તથા કોલેજમાં આ બાબતના અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
૦૦૦૦૦૦