નિઝર તાલુકામાં જાહેર શૌચાલય જર્જરિત હાલતમાં
(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા): મળતી માહિતી મુજબ નિઝર તાલુકામાં મેઈન બજારમાં સામુહિક શૌચાલય જ્યારથી બનાવામાં આવેલ છે, ત્યારથી સામુહિક શોચાલય અને મુતરડીને સાફ-સફાઈ કરવામાં આવતી નથી. હાલમાં પણ સામુહિક શોચાલય અને મુતરડીમાં ગન્દગીનો જમાવડો થઈ ગયો છે.સામુહિક શોચાલયમાં ડુક્કરોનું નિવાસસ્થાન બની ચુક્યો છે. આજુ બાજુમાં પણ ગન્દગીનો માહોલ જોવા મળે છે. સામુહિક શોચાલય અને મુતરડીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. શૌચાલયમા પાણીની સુવિધા પણ નથી. સામુહિક શોચાલય અને મુતરડીમાં દરવાજાઓ તૂટી ગયા છે. સામુહિક શોચાલય અને મુતરડીમાં એટલી બધી દુર્ગંધ આવે છે કે આજુ બાજુના લોકો પણ ત્રહિમામ પોકારી ઉઠ્યા છે. સામુહિક શોચાલય અને મુતરડીની બહાર દીવાલ પર લખવામાં આવેલ છે કે કચરો કે ગન્દકી કરવો નહીં, તો પછી કેમ એટલી બધી ગન્દકી છે. પ્રજાએ પણ જવાબદારી સમજવી જોઇએ જ્યારે આ પ્રશ્ન પ્રશાસન પર પણ ઉઠે છે. સરકારશ્રી લાખો રૂપિયાની ગ્રાન્ટ સામુહિક શોચાલયમ માટે ફાળવે છે. પરંતુ તેમાં પણ સ્થાનિક અધિકારીઓ દ્વારા ભ્રસ્ટાચાર આચરવામાં આવે છે જે સામુહિક શૌચાલયોમાં સ્પષ્ટ જોય શકાય છે. બહારથી આવનાર મુસાફરો પણ સામુહિક શોચાલય અને મુતરડીમાં જાય તો ખરા ? પણ સામુહિક શોચાલય અને મુતરડીની હાલત જોઈને મુતરડીમાંથી પરત ફરી આવે છે. આજુ -બાજુના દુકાનદારો જણાવે છે કે સરપંચ અને તલાટીને વારંવાર મૌખિક રજુઆત કરવામાં આવેલ હતી. છતાં પણ આજદિન સુધી સામુહિક શોચાલયની સાફ સફાઇ કોઈ કાર્યવહી કરવામાં આવેલ નથી. આજુ બાજુના દુકાનદારો જણાવે છે કે વારંવાર રજુઆત કરતા છતા પણ સરપંચ અને તલાટી પર કોઈ અસર પડી નથી. એટલા માટે એક દિવસ આજુ બાજુના દુકાનદારોએ પોતાના ખર્ચથી સામુહિક શોચાલય અને મુતરડીને સાફ કરાવી હતી. જેને પણ એક મહિનો થયા બાદ પણ જેમ પહેલે સામુહિક શોચાલય અને મુતરડીની હાલ હતી, આજે પણ તેવો જ હાલ થઈ ગયો છે જે જોવા મળે છે. નિઝર તાલુકામાં સામુહિક શોચાલય અને મુતરડીની હાલત એવી જર્જરિત હોય તો, પછી ગામડામાં જાહેર શોચાલયો અને મુતરડીની હાલત કેવી હશે ? એ આવનાર સમયમાં ખબર પડશે.