જાહેરજનતા જોગ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સાંસદ યોગ (ભાઇઓ/બહેનો) સ્પર્ધા સ્પર્ધામાં ભાગ લેવા બાબત
માહિતી બ્યુરો, તાપી તા. ૦૯ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, તાપી દ્વારા સાંસદ યોગ (ભાઇઓ/બહેનો) સ્પર્ધા યોજવામાં આવનાર છે. જે અન્વયે સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ DLSS વ્યારા અથવા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, તાપી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૧૩/૦૬/૨૦૨૩ સુધીમાં ફોર્મ કચેરીમાં ભરી જમા કરાવવાના રહેશે. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નંબર – (૯૮૭૯૫૩૬૬૬૮ / ૯૭૨૪૫૭૩૫૨૪) ઉપર સંપર્ક કરી શકાશે. યોગ સ્પર્ધાનું આયોજન વય જૂથનું ગ્રુપ અનુસાર કરવાનું રહેશે. એ ગૃપ- ૦૯ થી ૧૯ વર્ષ સુધીના, બી ગૃપ-૨૦ થી ૩૫ વર્ષ સુધીના, સી ગ્રપ- ૩૬ થી ૬૦ વર્ષ સુધીના અને ડી ગૃપ-૬૦ વર્ષથી વધુ વયના તમામ આ મુજબ કરવામાં આવશે. જેમાં જન્મ તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૩ ની ગણવામાં આવશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ સ્પર્ધકોને ભાગ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦