કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ગ્રામિણ કૃષિ મોસમ સેવા અંતર્ગત ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

( પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ , નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી , નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે . આ કેન્દ્ર દ્વારા તા . ૨૩ / ૦૧ / ૨૦૨૦ના રોજ ગ્રામિણ કૃષિ મોસમ સેવા અંતર્ગત ખેડૂત તાલીમ કાર્યક્રમ નવસારી કૃષિ યુનિવર્સિટી , નવસારીના કૃષિ ઈજનેરી વિભાગના સહયોગથી યોજવામાં આવ્યો હતો . સદરહુ કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૬૦ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો . કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા , ડૉ . સી . ડી . પંડયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું તેમજ ખેડૂતોને કાર્યક્રમનું મહત્વ સમજાવતા મોબાઈલમાં મેસેજના માધ્યમથી હવામાનના પૂર્વ અનુમાનોને જાણી , ખેતીમાં થતાં નુકસાનને કેવી રીતે અટકાવી શકાય એ અંગે માર્ગદર્શન આપ્યું હતું . ડૉ . કે . જી . પટેલ , પ્રાધ્યાપક અને વડાશ્રી , કૃષિ ઈજનેરી વિભાગ , ન . મ . કૃષિ મહાવિદ્યાલય , ન . કૃ . યુ . , નવસારી દ્વારા ખાતરના યોગ્ય વ્યવસ્થાપન તથા જરૂરિયાત મુજબના ઉપયોગ કરવા જણાવ્યું હતું . તેમજ સેન્દ્રિય ખેતી અને રાસાયણિક ખેતીની ખેત ઉત્પાદન ઉપર થતી અસર વિશે સમજાવ્યું હતું . ડૉ . એચ . વી . પંડયા , સહ પ્રાધ્યાપકશ્રી , બાગાયત – વ – વતિય મહાવિદ્યાલય , ન . કૃ . યુ . , નવસારી દ્વારા હવામાનમાં થતાં બદલાવના કારણે કૃષિ પાકોમાં પ્રવર્તમાન જીવાતોની ઓળખ તેમજ હાલમાં ચર્ચાસ્પદ એવી મકાઈના પાકમાં જોવા મળેલ ફોલ આર્મી વોર્મ જીવાતની ઓળખ અને અટકાવવાના ઉપાય અંગે માર્ગદર્શન આપ્યું હતું . ડૉ . એલ . કે . અરવાડિયા , સહ પ્રાધ્યાપકશ્રી ( સસ્ય વિજ્ઞાન ) દ્વારા હવામાન આધારિત સંકલિત ખેતી કરી તેનાથી થતા આર્થિક ફાયદાઓ વિશે સમજાવ્યું હતું તેમજ હવામાનના આધારે પાક વ્યવસ્થાપન તથા યોગ્ય જાતોની પસંદગી કરી વધુ ખેત ઉત્પાદન મેળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું . ડૉ . સ્મિતા ગુપ્તા , મદદનીશ પ્રાધ્યાપક દ્વારા મોસમના પૂર્વ અનુમાનનો લાભ લઈ ખેતીમાં થતાં ઓર્ચાતા નુકસાનથી કઈ રીતે બચી શકાય એ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા તેમજ imdagrimet . gov . in વેબસાઈટ અને મોબાઈલ આધારિત ‘ મેઘદૂત ‘ એપ્લીકેશન અંગે માહિતી આપી હતી . ડૉ . જે . બી . બુટાણી , વૈજ્ઞાનિક ( પશુવિજ્ઞાન ) દ્વારા હવામાનમાં ફેરફાર થવાથી તેમજ ગ્લોબલ વોર્મિંગની દૂધ ઉત્પાદન ઉપર થતી અસર અંગે જાણકારી આપવામાં આવી હતી અને હવામાનમાં થતા વિપરિત બદલાવના કારણે પશુપાલનમાં આવતી મુશ્કેલીઓને નિવારવા યૂહરચના સમજાવી હતી . કાર્યક્રમના અંતે ડૉ . એ . જે . ઢોડિયા , વૈજ્ઞાનિક ( વિસ્તરણ ) દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી . તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો . કે . એન . રણા , વૈજ્ઞાનિક ( એગ્રોનોમી ) દ્વારા કરવામાં આવ્યું હતું .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *