મોટામિયાં માંગરોલની એસ.પી.એમ. ગર્લ્સ હાઇસ્કૂલનું ધોરણ 12 નું 87.5% અને બોઈઝ હાઈસ્કૂલનું 73.56% પરિણામ
મરિયમબીબી વાય. રાવત સમગ્ર માંગરોલ કેન્દ્રમાં પ્રથમ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરતનાં મોટામિયાં માંગરોળ સ્થિત કાયેમુંલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસ.પી. મદ્રેસા ગર્લ્સ હાઇસ્કૂલનું ધોરણ 12 નું પરિણામ 87.50 ટકા આવેલ છે. જેમાં કુલ 81માંથી 71વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. જે પૈકી મરિયમબીબી વાય. રાવત 85.85 ટકા (પી.આર. 98.57) સાથે પ્રથમ ક્રમે, તનિષા વી. પંચાલ 84.28 ટકા (પી.આર. 97.93) સાથે દ્વિતીય ક્રમે જ્યારે અરફીયા વાય. બોબાત 82.42 ટકા (પી.આર. 97.01) સાથે તૃતિય ક્રમે ઉત્તીર્ણ થયેલ છે.
એસ.પી.એમ.બોઈઝ હાઇસ્કૂલનું પરિણામ 73.56 ટકા આવેલ છે. જે પૈકી પરમાર યશવર્ધન પ્રિતમકુમાર 85.14 ટકા સાથે શાળામાં પ્રથમ ક્રમે, રાવત મુઝમ્મીલ સોયબ 79.86 ટકા સાથે દ્વિતીય ક્રમે જ્યારે મમુન આદિલ મહમદહુશેન, ઉમર માઝ મોહંમદ 73.29 ટકા સાથે શાળામાં તૃતિય ક્રમે ઉત્તીર્ણ થયેલ છે. તમામ વિદ્યાર્થીઓને બંને શાળાનાં આચાર્ય, મેનેજિંગ ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ પટેલ ટ્રસ્ટી મંડળનાં સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતાં.