તાપી જિલ્લામાં “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ અંતર્ગત દેગામા ગામ ખાતે તાપી જિલ્લાના ૫૩માં અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું

Contact News Publisher

અમૃત તળાવની આસપાસ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
……………
માહિતી બ્યુરો,તાપી.તા.૧૨: આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર વર્ષ બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશભરમાં અમૃત સરોવર નિર્માણનું પ્રયોજન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ તમામ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણ ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવ્યું હતું. જેમા તાપી જિલ્લામાં “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ અંતર્ગત ૧૪૭ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શુભ દિને દેગામા ગામ ખાતે તાપી જિલ્લાના ૫૩માં અમૃત સરોવરનું લોકાર્પણ હળપતિ અને ભુમિહિન ખેતમજુરોના આવાસ બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી ભૂપેન્દ્રભાઇ ફતેહસિંગ ગામીતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત જિલ્લાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ, સિંચાઇ વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનોએ સાથે મળી અમૃત સરોવરના કિનારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નોંધનિય છે કે, અમૃત તળાવના નિર્માણ અંતર્ગત અન્ય તળાવોના નિર્માણની કામગીરી સિંચાઇ વિભાગના કા.પા.ઇશ્રી ડી.આર.પટેલના નેતૃત્વમાં અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવેલ છે.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other