સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જાગૃત અરજદારો અને તંત્ર સાથે સુમેળ સાંધી સમસ્યાનું નિરાકરણ લાવવામાં સફળતા મેળવે છે તાપી જિલ્લા તંત્ર
તાપી જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમના અરજદારો કહે છે, “મને તંત્રની કામગીરી પર વિશ્વાસ છે.”
………….
માહિતી બ્યુરો તાપી, તા.26: ગુજરાતમાં શરૂ થયેલા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૪-૦૪-૨૦૨૩ થી ૨૬-૦૪-૨૦૨૩ સુધી તાલુકા સ્વાગત કાર્યક્રમનું ઝુંબેશ રૂપે આયોજન કરવામાં આવેલ છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિવિધ અરજદારો દ્વારા વ્યક્તિગત કે જનસમુદાયને સ્પર્શતી સમસ્યા માટે અરજીઓ કરવામાં આવી હતી. જેમા અરજદારો અને વિવિધ વિભાગોને રૂબરૂ પ્રશ્નો હલ કરતા તાપી જિલ્લાના અરજદારોની સમસ્યાનું નિવારણ કરવામાં તાપી જિલ્લા તંત્ર હકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે.
આજરોજ વ્યારા મામલતદાર કચેરી ખાતે પ્રાયોજના વહિવટદારશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિભુતીબેન હિરેનભાઇ ચૌધરી,ખુશાલપુરા ગામના સરપંચશ્રી દ્વારા સમસ્યા રજૂ કરવામાં આવી હતી કે, ખુશાલપુરા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૪૦ આવાસ ડેટા રીજેક્શનમાં ગયેલ છે તેથી આવાસ યોજનાનો લાભ આપવા બાબત તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રજુઆત કરવામાં આવી હતી.
આ પ્રશ્નના અનુસંધાને પ્રાયોજના વહિવટદારશ્રી દ્વારા અરજીનું નિરીક્ષણ કરતા તાલુકા વિકાસ અધિકારીશ્રીના નેતૃત્વ હેઠળ વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના એન્ટ્રી થયેલ હતી એમ જાણવા મળેલ છે. તથા જીયો ટેગની સાઇટ ખુલશે ત્યારે નવેસરથી જીયો ટેગ કરી જરૂરીયામંદ લાભાર્થીઓને આવાસનો લાભ આપી શકાશે. વધુમાં કોઇ જરૂરિયાતમંદ નાગરિક સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાંથી બાકાત ન રહે તેની તકેદારી રાખવામાં આવશે એમ વધુમાં ઉમેર્યું હતું.
આ અંગે અરજદારશ્રી વિભુતીબેન હિરેનભાઇ ચૌધરી દ્વારા પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, અમારી સમસ્યાનો વહેલામાં વહેલી તકે નિરાકરણ આવશે એમ ખાત્રી આપવામાં આવી છે. અધિકારીશ્રી તથા વિભાગ દ્વારા મળેલા જવાબથી હુ સંતુષ્ટ છું અને મને જિલ્લા તંત્રની કામગીરી પર વિશ્વાસ છે. આમ તાપી જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ જાગૃત અરજદારો અને તંત્ર સાથે સુમેળ સાંધી સમસ્યાનું નિરાકરણ લાવવામાં સફળતા મેળવી રહ્યો છે.
૦૦૦૦૦૦૦૦૦૦