ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ૨૪ થી ૨૬ એપ્રિલ તાલુકા કક્ષાનો સ્વાગત તથા ૨૭મી એપ્રિલે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
તાપી જિલ્લાના ૭ તાલુકાઓમાં ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન ગ્રામ સ્વાગત માંથી કુલ-૧૨૨૮ અરજીઓ મળી
…….
માહિતી બ્યુરો તાપી, તા.૨૨ જાહેર જનતા પ્રશ્નો હલ કરવા માટે ‘સરકાર પ્રજાને ધ્વાર’ના અભિગમ સાથે રાજ્યભરમાં ઓનલાઇન ફરિયાદ નિવારણ- સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થતા હોઈ, ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી વિપિન ગર્ગ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના માર્ગદર્શન હેઠળ તા.૧૧-૦૪-૨૩ થી ૧૭-૦૪-૨૩ દરમ્યાન ગ્રામ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વાગત ઓનલાઇન પોર્ટલ પર “ગ્રામ સ્વાગત” કાર્યક્રમમાં તાપી જિલ્લામાં કુલ-૧૨૨૮ (તાલુકાવાર – (૧) નિઝર-૧૦૫, (૨) કુકરમુંડા-૭૫, (૩) ઉચ્છલ-૧૪૨, (૪) સોનગઢ-૩૮૪, (૫) વ્યારા-ર૬૦, (૬) ડોલવણ-૧૮૭, (૭) વાલોડ-૭૫) અરજીઓ મળેલ નોંધાયેલ છે. ગ્રામ સ્વાગત દરમ્યાન મળેલ કુલ-૧૨૨૮ અરજીઓ પરત્વે કાર્યવાહી હાથ ધરવા અને “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ મળેલ પ્રશ્નોના ઉકેલ માટેનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તારીખ ૨૪-૦૪-૨૦૩ થી ૨૬ એપ્રિલ-૨૦૨૩ સુધી તાલુકા સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને તારીખ ૨૭-૦૪-૨૦૩ નાં રોજ જિલ્લા સ્વાગત યથાવત રાખવામાં આવેલ છે.
જેમાં,૨૪મી એપ્રિલે પ્રાયોજના વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ તથા ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,તાપીના અધ્યક્ષસ્થાને વાલોડ મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીશ્રી,વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા, પ્રાંત અધિકારીશ્રી નિઝરના અધ્યક્ષસ્થાને નિઝર મામલતદાર કચેરી, નાયબ કલેકટરશ્રી-૧ તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તાપીના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે, નાયબ જિલ્લા વિકાસ અધિકારશ્રી તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે ૨૪મી એપ્રિલના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
તેમજ ૨૫મી અપ્રિલે કલેક્ટરશ્રી વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી,વ્યારા ખાતે તથા ૨૬મીએ મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે, ૨૫મીએ મા.મ કચેરી વાલોડ તથા ૨૬ તારીખે ડોલવણ તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે. ૨૫મીએ સોનગઢ તાલુકામાં તથા ૨૬મીએ વાલોડ તાલુકા મામલતદાર કચેરીએ પોલીસ અધિક્ષકશ્રી ,તાપીના અધ્યક્ષસ્થાને તથા ૨૫મીએ નિઝર,૨૬મીએ વ્યારા મામલતદાર કચેરીએ જિલ્લા પ્રાયોજન વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને, ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,તાપીના અધ્યક્ષસ્થાને ૨૫મીએ કુંકરમુંડા, ૨૬મીએ નિઝર મામલતદાર કચેરી ખાતે, પ્રાંત અધિકારીશ્રી,વ્યારાના અધ્યક્ષસ્થાને ૨૫મીએ ડોલવણ,૨૬મીએ સોનગઢ મામલતદાર કચેરી ખાતે, પ્રાંત અધિકારીશ્રી નિઝરના અધ્યક્ષસ્થાને ૨૫મીએ ઉચ્છલ,તથા ૨૬મીએ કુકરમુંડા મા.મ કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.
અરજદારોના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની રજુઆત નિયત તારીખ સમયે સંબધિત મામલતદાર કચેરી ખાતે જાહેર જનતાએ હાજર રહેવું એમ તાપી જિલ્લા કલેક્ટરશ્રી તાપી – વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
000000