જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે અંદાજિત રૂ. અંદાજિત ૯.૯૦ કરોડના ખર્ચે 100 બેડની ફિલ્ડ હોસ્પિટલ તથા આઇપીએચએલ લેબોરેટરીના નવા બાંધકામનું પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

Contact News Publisher

તાપી જિલ્લા માટે જનરલ હોસ્પિટલમા 100 બેડની ફિલ્ડ હોસ્પિટલ તથા આઇપીએચએલ લેબોરેટરીની જરૂરીયાત પૂર્ણ થતા લોકોને વધુ સારી આરોગ્યલક્ષી સુવિધાઓ મળશેઃ- પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
………………
તાપી જિલ્લો છેવાડાનો જિલ્લો નહિ પરંતુ નંબર વન જિલ્લો છે.- પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
………………

માહિતી બ્યુરો તાપી તા.31 તાપી જિલ્લામાં આરોગ્યલક્ષી સુવિધા વધે તે માટે રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે કુલ-૯,૯૦,૭૬,૨૮૦/- કરોડના ખર્ચે 100 બેડની ફિલ્ડ હોસ્પિટલ તથા આઇપીએચએલ લેબોરેટરીના બાંધકામનું ખાતમુહૂર્ત જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં 100 બેડનો વધારો થવાથી તાપીવાસીઓને હવે સુરત કે અન્ય જિલ્લા સુધી જવુ નહિ પડે તેવી સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે. વધુમાં આપણા આદીવાસી લોકોનું નમોબળ ખુબજ મજબુત હોય છે તેથી ગમે તેવી બિમારીઓનો સામનો કરવામાં સક્ષમ હોય છે. તાપી જિલ્લામાં 99 ટકા બહેનોની ડિલિવરી નોર્મલ થતી હોય છે. મહિલઓનું સિઝેરિયનનો ખર્ચ દુર કરવા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયુષમાન ભારત કાર્ડમા હવે મહિલાઓના સિઝેરિયનનો સમાવેશ કરવામા આવ્યો છે. આયુષમાન ભારત કાર્ડમાં હવે અનેક બિમારીઓનો સમાવેશ કરવામા આવ્યો છે એ આપણા માટે ગર્વની બાબત છે. કોવિડ સમયે 110 ટકા વેક્સિનેશ દ્વારા તાપી જિલ્લો નંબર 1 રહ્યો છે. કોઇ પણ વ્યક્તિ વેક્સિન લેવાથી બાકાત ન રહે તે માટે ઘરે ઘરે જઇ સેવા આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ કટિબદ્દ રહ્યું છે. તેમણે તાપી જિલ્લોને લોકો છેવાડાનો જિલ્લો કહે છે પણ તાપી જિલ્લો છેવાડાનો જિલ્લો નહિ પરંતુ નંબર વન જિલ્લો છે તેમ ઉમેર્યું હતું. તાપી જિલ્લા માટે જનરલ હોસ્પિટલમા 100 બેડની ફિલ્ડ હોસ્પિટલ તથા આઇપીએચએલ લેબોરેટરીની જરૂરીયાત પૂર્ણ થતા લોકોને હવે વધુ સારી આરોગ્યલક્ષી સુવિધાઓ મળશે એમ તેમણે ખાતરી આપી હતી.
જિલ્લા કલેકટર સુશ્રી ભાર્ગવી દવેએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 31 માર્ચ નાણાકિય વર્ષનો છેલ્લો દિવસ હોવા છતા આ શુભ અવસરની ભેટ આપણને મળી છે. આપણી જનરલ હોસ્પિટલની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. ત્યારે આજે અહિ 100 બેડની ફિલ્ડ હોસ્પિટલ તથા આઇપીએચએલ લેબોરેટરી પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત થયું છે ત્યારે આપણા જિલ્લા માટે ખુબ જ ગૌરવની વાત છે.

ધારાસભ્યશ્રી મોહન કોંકણીએ આરોગ્ય વિભાગ સહિત તાપી જિલ્લા વહિવટી તંત્રની કોવિડ સમયની કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તાપી જિલ્લા સહિત મહારાષ્ટ્રની બોર્ડરથી અને ડાંગ જિલ્લાના લોકો પણ આ હોસ્પિટલનો લાભ લેતા હોય ત્યારે આપણા માટે તે ગર્વની વાત છે કે આપણી જનરલ હોસ્પિટલમા 100 બેડનો વધરો થતા વધુ સારી સુવિધાઓ મળશે.

આ પ્રંસગે ધારાસભ્યશ્રી મોહન ઢોડિયાએ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ધન્યવાદ કરવો જોઇએ કે, જેમણે તાપી જિલ્લો જ્યારથી સુરતથી અલગ થયો ત્યારથી વિવિધ સુવિધાઓથી સુસજ્જ કરવાનું કામ કર્યું છે.કોવિડમાં આપણને તમામ પ્રકારે સુવિધાઓ પુરી પાડી છે.

સ્વાગત પ્રવચન આપતા સિવિલ સર્જન ડો.નૈતિક ચૌધરીએ જણાવ્યું હતું કે, નવ રચિત તાપી જિલ્લો બનતા સામુહિક આરોગ્ય કેન્દ્ર વ્યારાને અપગ્રેડ કરી ૧૫૦ની પથારીની જિલ્લા કક્ષાની હોસ્પિટલ સને-૨૦૧૦ બનાવવામાં આવી હતી.જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં તમામ સંવર્ગના તજજ્ઞનોની નિમણૂક કરવામાં આવી તેમજ કામગીરીમાં અને સુવિધામાં વધારો થતા આ સાથે તાપી જિલ્લાના લોકોએ સંપૂર્ણપણે લાભ લેવાનુ શરૂ કર્યું તેના લીધે ૧૫૦ પથારીની સુવિધામાં જગ્યાનો અભાવ વર્તાયો હતો. આજની તારીખે હોસ્પિટલમાં ૧૫૬ બેડની ગુજરાત સરકાર દ્વારા મંજુરી આપવામાં આવેલ છે. તેની સામે અત્રે ૨૫૦ થી ૩૦૦ થી વધુ દર્દીઓ દાખલ રહે છે. જેથી કરીને ક્યારેક ફ્લોરબેડ પણ આપવા પડતો હતો. આ બાબતને ધ્યાને લઈ વારંવાર સરકારશ્રીમાં રજુઆત કરવામાં આવી અને તે લઈ સરકારશ્રી દ્વારા ECRP – ફેઝ-૨ ના નાણાકીય જોગવાઈ હેઠળ ૧૦૦ પથારીની ફિલ્ડ હોસ્પિટલ મંજુર કરવામાં આવી છે. આ નાણાંકીય જોગવાઈ હેઠળ ૧૦૦ પથારી એટલે કે ૫૦ બેડ પ્રથમ માળે અને ૫૦ બેક બીજામાળે, અદ્યતન ડોક્ટર્સ રૂમ તથા અદ્યતન નર્સિંગ સ્ટેશન અને અન્ય જરૂરીયાત મુજબની સુવિધાઓ સાથેનું રૂપિયા ૭,૩૭,૪૯,૫૦૫, સાત કરોડ સાડત્રીસ લાખ ઓગણપચાસ હજાર પાંચસો પાચ પૂરાનું બાંધકામ મંજુર થયેલ છે. આ સાથે બીજી અન્ય સુવિધા માટે PM-ABHIM પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત રૂ. બે કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજાર સાતસો પંચોતેરની IPHL લેબોરેટરી જે ત્રીજા માળે આયોજન કરવામા આવેલ છે. જેમાં અધ્યતન પેથોલોજી લેબ, અદ્યતન બાયોકેમેસ્ટ્રી લેબ, હિમેટોલોજી, મોલેક્યુલર, બેક્ટેરીયોલોજી અને વાયરોલોજી, અદ્યતન સાયટોલોજી, સિરોલોજી અને કોવિંડ-૧૯ ટેસ્ટીંગ માટે RTPCR નવીન લેબનો સમાવેશ કરવામાં આવેલ છે. આમ કુલ- ૯,૯૦,૭૬,૨૮૦/- ની અનુદાન મંજુર થયેલ છે. જેની તાપી જિલ્લાની જાહેર જનતા માટે મોટો લાભ થવાનો છે. આ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની જગ્યા અપૂરતી હોય તો પાર્કીંગની જગ્યાનું પણ આયોજન કરવામા આવેલ છે. આ તમામ જાતના બાંધકામ મળી ચાર હજાર આઠસો પંદર ચોરસ મીટરનું બાંધકામ થનાર છે.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી મુકેશ ભાઈ પટેલ સહિત, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, નાયબ વનસંરક્ષકશ્રી પુનિત નૈયર, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.પાઉલ વસાવા, મામલતદાર હિમાંશુ સોલંકી, મહામંત્રીશ્રી વિક્રમ તરસાડિયા સહિત જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ, જનરલ હોસ્પિલના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ, નર્સિગના સ્ટાફ ખાતમુહુર્તની પુજા વિધીમાં સહભાગી થયા બાદ મહાનુભાવોના વરદ હસ્તે તકતી અનાવરણ કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમા વિવિધ વોર્ડના દર્દીઓને કેળા,દાડમ,સફરજન, દ્રાક્ષ જેવા ફળો આપી તેમના સારા સ્વાસ્થ માટેની કામના કરી હોસ્પીટલમાં મળતી સુવિધાઓ અંગે પુછતાછ કરી હતી. આ સાથે વિવિધ વિભાગોના ડોક્ટરો અને સ્ટાફ સાથે મુલાકાત કરી ઓક્સીજન પ્લાન્ટની ચકાસણી કરી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

1 thought on “જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે અંદાજિત રૂ. અંદાજિત ૯.૯૦ કરોડના ખર્ચે 100 બેડની ફિલ્ડ હોસ્પિટલ તથા આઇપીએચએલ લેબોરેટરીના નવા બાંધકામનું પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

  1. I’m extremeloy impressedd with your wriring
    talents aand also witgh the format to your weblog.
    Is thaqt this a paiod subject matter orr ddid yyou customize itt yourself?
    Ether waay keeep up thee nice high quality writing,
    it’s rare to llok a great weblog like thi onee these days..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *