સુરતની પાલ ગામ શાળામા ધોરણ 8 નો વિદાય તથા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો     

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક- 319 માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતનાં ઉપાધ્યક્ષ શ્રીમતી સ્વાતિબેન સોસાના઼ં પ્રમુખસ્થાને ધોરણ 8 નાં વિદ્યાર્થીઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ આપવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીઓ દ્વારા પોતાનાં સંસ્મરણો રજૂ કરવામાં આવ્યા હતાં.
આ સાથે વર્ષ દરમિયાન જે તેજસ્વી તારલાઓએ વિવિધ સ્પર્ધાઓ અને શૈક્ષણિક કારકિર્દીમાં તેજસ્વીતા દાખવી તેવાં વિદ્યાર્થીઓનું ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત સ્વાતિબેને વિદ્યાર્થીઓને જીવનમાં હંમેશાં શિક્ષણનાં માર્ગે આગળ વધવા અને પ્રગતિ કરવા માટે આહવાન કર્યું હતું. ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓએ રજૂ કરેલ સત્યમ શિવમ સુન્દરમનો સુંદર ડાન્સ નિહાળી સૌ ખુશ થયાં હતાં.
ધોરણ 8 નાં વર્ગશિક્ષિકા મીતાબેન પટેલ દ્વારા પૂર્વ તૈયારી સાથે સદર વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાનાં આચાર્ય પ્રકાશભાઈ પરમારે વિદ્યાર્થીઓને આ શાળા છોડ્યા પછી પણ પોતાનાં અભ્યાસાર્થે કોઈપણ પ્રકારની જરૂર પડે તો મદદની ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલબેન લાવરીએ કર્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other