નિઝર : વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફરી એકવાર ભ્રષ્ટ્રાચારની રાવ !
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર ): વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ થાય તે હેતુથી નિઝર તાલુકાના ટીડીઓને ગ્રામજનોએ તપાસ અરજી કરવામાં આવેલ છે.
તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલ્દા ગામ જાણે ભ્રષ્ટ્રાચારનો આખાડો બની ગયો છે? વેલ્દા ગામના સરપંચ/તલાટી અને નિઝર તાલુકાના પ્રધાનમંત્રી આવાસ શાખાના અધિકારીઓએ જાણે ભ્રષ્ટ્રાચારમાં પીએચડી કર્યું હોય એવુ લાગી રહયું છે ! વારંવાર વેલ્દા ગામમાં ભ્રષ્ટ્રાચાર થાય છે છતાં પણ તંત્ર ચૂપકીદી સાધીને કેમ બેસી રહે છે ? લોકમાંગ ઉઠી રહી છે કે સ્થાનિક ભ્રષ્ટ અધિકારીઓને હોદ્દા પરથી તાત્કાલિક દુર કરવામાં આવે. વેલ્દા ગામમાં તપાસના નામે અધિકારીઓ આવે તો છે પણ ભ્રષ્ટ્રાચારીઓ સાથે સીટિંગ કરી ભ્રષ્ટ્રાચારીઓને બચાવી લેવામાં આવે છે. વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તપાસ કરવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હાલના સરપંચ યોગિતાબેન કિશોરભાઈ પાડવી, તલાટી કમ મઁત્રી દિનેશભાઇ કોળી અને તાલુકા પંચાયતના પ્રધાનમંત્રી શાખાના વિસ્તરણ અધિકારી નિતેશભાઈ /ગ્રામ સેવક (જીઆર એસ ) આકાશભાઈ, અ.મ.ઈ.સ્મિતાબેન, કલાર્ક વતેસીંગભાઈ, વર્કર મેનેજર પી.એમ.એ.વાય પ્રતીકભાઈ પાડવી દ્વારા વેલ્દા ગામમાં એકજ પરિવારને બે થી ત્રણ પ્રધાનમંત્રી આવાસનો લાભ આપવામાં આવેલ છે. જેમ કે પિતા-પુત્ર -કાકા, પત્ની-પતિ, માતા-પુત્ર અને સરપંચની ભાભી, ભાભીના દેવર અને સરપંચની દાદીને પ્રધાનમંત્રી આવાસનો લાભ આપવામાં આવેલ છે. સરપંચના ભાભી/દેવર, દાદીનું પહેલેથી પાકા મકાનો હોવા છતાં પણ પ્રધાનમંત્રી આવાસનો લાભ આપવામાં આવેલ છે.
ખરેખર આવાસ આપવા પાત્ર હતા તેવા ગરીબ લાભાર્થીઓને આવાસ આપવામાં આવેલ નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વેલ્દાના સરપંચ, તલાટી અને તાલુકા પંચાયતના પ્રધાનમંત્રી આવાસ શાખાના અધિકારીઓ દ્વારા ગેરરીતિ આચરી આવાસ મંજુર કરી એકજ કુટુંબના બે /ત્રણ વખત વર્ષ :2020/21-2022/23માં આવાસો આપવામાં આવેલ છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા ખોટી રીતે એકજ પરિવારને બે/ત્રણ આવાસ આપવામાં આવેલ છે ! સ્થાનિક તંત્ર ઉપર સવાલ ઉઠે છે કે જોયા વગર એકજ પરિવારને બે/ત્રણ આવાસ કેવી રીતે આપાયા ? જો વેલ્દા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તપાસ થાય તો કરોડોનો ભ્રષ્ટ્રાચાર બહાર આવશે. સરપંચના અંગત લોકોને જ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવેલ છે.
વેલ્દા ગામમાં અડધા લાભાર્થીઓના પાકા મકાનો હતા. તેજ પાકા મકાનોને રીપેરીંગ કરી પૂર્ણ રકમ ઉપાડી લેવામાં આવેલ છે. અડધા લાભાર્થીઓના ઘરો પણ બનાવામાં આવેલ નથી છતાં પણ સ્થાનિક અધિકારીઓ દ્વારા પહેલો/બીજો અને ત્રીજા હપ્તાની રકમ બરોબર ચાઉં કરવામાં સરપંચ, તલાટી અને તાલુકા પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના અધિકારીઓની મીલીભગતથી છે !ખરેખર સ્થાનિક અધિકારીઓ દ્વારા ઘોર બેદરકારી કરી આવાસો આપવામાં આવેલ છે. સ્થાનિક ભ્રષ્ટ અધિકારીઓ ઉપર તપાસ કરવામાં આવે અને જે પણ ભ્રષ્ટ્રાચારમાં સામેલ છે તેવા સ્થાનિક અધિકારીઓને તાત્કાલિક હોદ્દા પરથી દુર કરવામાં આવે એવી માંગો ગ્રામજનો કરી રહયા છે.
હાલમાં જોવાનું રહયું કે સ્થાનિક ભ્રષ્ટ અધિકારીઓ પર તપાસ કરી સ્થાનિક ભ્રષ્ટ અધિકારીઓને હોદ્દા પરથી દુર કરવામાં આવશે કે પછી તપાસના નામે સ્થાનિક ભ્રષ્ટ અધિકારીઓ સાથે સેટિંગ કરી બચાવી લેવામાં આવશે ? જે આવનાર સમયમાં ખબર પડશે.