તાપી જિલ્લાના પ્રભારી સચિવશ્રી પી. સ્વરૂપના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ
તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લેવાયેલ નવિન પહેલ “પ્રસાશન ગાંવ કી ઓર” અને ‘પલાશ પર્વ” ની ખાસ સરાહના કરતા પ્રભારી સચિવશ્રી પી. સ્વરૂપ
……………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.29: આજરોજ તાપી જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા બેઠક તથા 100 દિવસના લક્ષ્યાંકની સમિક્ષાના ભાગરૂપે તાપી જિલ્લાના પ્રભારી સચિવશ્રી પી. સ્વરૂપના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં સેવાસદનના સભાખંડ ખાતે યોજાઇ હતી.
બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી પ્રભારી સચિવશ્રી પી. સ્વરૂપે સૌને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, તમામ પ્રોજેક્ટના કામો સમયસર પુરા થાય. કોઇ પણ યોજનાનો સંપુર્ણ ફાયદો નાગરિકોને મળે ત્યારે જ તે સફળ બને છે.તેમને વિવિધ એજન્સીઓને કામગીરી સંપુર્ણ પુરી થાય ત્યારબાદ જ ચુકવણા કરવા માટે સુચન કર્યું હતું.
બેઠકમાં પાણી પુરવઠા, અમૃત સરોવર, આઇસીડીએસ, નલ સે જલ, આરોગ્ય વિભાગ, ઉદવહન સિંચાઇ યોજના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત વિવિધ વિભાગોનું પ્રેઝનટેશનના માધ્યમથી વિસ્તૃત સમિક્ષા કરી હતી.
અંતે કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે સચિવશ્રી દ્વારા આપવામાં આવેલ રચનાત્મક સુચનોને જિલ્લા કક્ષાએ સુવ્યવસ્થિત રીતે પ્રસ્થાપિત કરવા ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને સુચનો કર્યા હતા.
બેઠકમાં તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લેવાયેલ નવિન પહેલ જેમાં “પ્રસાશન ગાંવ કી ઓર” અને ‘પલાશ પર્વ” ની ઉજવણી અંગે ખાસ સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.
આ બેઠકમાં નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, ડી.સી.-1 તૃપ્તિ પટેલ, કાર્યપાલ ઇજનેરશ્રી (મા.મ) મનિષ પટેલ, સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦