વ્યારાનું ગૌરવ : ચૌધરી ભાવેશકુમાર પી.એચ.ડી. થયા
(માહિતી બ્યુરો વ્યારા-તાપી ) તા.૨૯- તાપી જિલ્લાના વ્યારા (સરિતાનગર) એગ્રીકલ્ચર યુનિવર્સિટી, નવસારી ખાતે ASPEE Agri Business Management Institute માં આસી.પ્રોફેસર, તરીકે ફરજ બજાવતા ચૌધરી ભાવેશકુમાર ધીરૂભાઈ એ MANAGEMENT વિષયમાં ’ SUPPLY CHAIN OFSELECTED FRUITS AND VEGETABLES IN THE SOUTH GUJARAT ’ શિર્ષક હેઠળ રજુ કરેલ મહાશોધ નિબંધ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતે પી.એચ.ડી.ની પદવી એનાયત કરી છે. વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ વિભાગના ડો.જયદિપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ સંશોધન કાર્ય કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ, ચૌધરી સમાજ તેમજ વ્યારાનગરજનોએ ડો.ભાવેશકુમાર ડી.ચૌધરીને આ સિધ્ધિ હાંસલ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
૦૦૦૦૦૦૦