ડોલવણ-વાંકલા ગામનો પાંચ વર્ષથી ધૂળિયો જર્જરીત રસ્તો બનાવવા કયુ મુહૂર્ત જોવાઈ રહ્યું છે ?!
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ડોલવણ તાલુકા ના વાંકલા ગામે કેટલાક રસ્તાઓ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા હતા, જે રસ્તાઓ ૧૫માં નાણાપંચ યોજનામાં સમાવેશ કરી મંજૂર કરવામાં આવ્યા છે. વાંકલા ગામે કેટલાક રસ્તાઓ પૈકીનો આશ્રમ ફળિયા સ્થિત મેન હાઇવે થી કુંભિયા રસ્તાને જોડતો આ રસ્તો છેલ્લા પાંચ વર્ષ થવા છતાં આ રસ્તો બનાવવાની તસ્દી લેવામાં આવતી ન હોય, ખાસ કરીને વાહન ચાલકોને થતી હાલા અને સ્થાનિક લોકોના માથાના દુખાવા સમાન આ ધૂળિયા રસ્તાથી ત્રસ્ત થઈ ગયા હોવાથી સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે.
વાંકલા ગામે આશ્રમ ફળિયાનો આ રસ્તો લાંબા સમયથી ખખડી ગયેલો છે આ રસ્તા ના કારણે વાહન ચાલકો આ વિસ્તારમાંથી પસાર થતા લોકોને થતી હાલાકી નો સામનો વેઠવો પડી રહ્યો છે. અત્રે સાધના આશ્રમશાળા આવેલ છે તથા ચોમાસા દરમિયાન કાદવ કિચડ માંથી પસાર થવું પડે છે આ રસ્તો છેલ્લા પાંચ વર્ષ થવા છતાં રસ્તો બનાવવા કોઈ ખાસ મુહૂર્ત જોવાઈ રહ્યું હોય તેમ જણાય આવે છે. આજ વાંકલા ગામે અન્ય ફળિયામાં રસ્તો પણ બનાવવામાં આવ્યો છે પરંતુ આ ધૂળિયો જર્જરીત હાલતમાં રસ્તો ફેરવાઈ જવાથી વાહન ચાલોકોના વાહનમાં પંચર પડી જવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. શું જવાબદાર વાંકલા ગામનો આશ્રમ ફળિયાનો રસ્તો બનાવવામાં રસ લેશે?
ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સમસ્યાનો નિરાકરણ લાવશે તેમ અત્રેના રહીશો પ્રશ્ન પૂછી રહ્યા છે. આ રસ્તાને પ્રાધાન્ય આપી રસ્તો વહેલી તકે બનાવવાની માંગ ઉઠી છે.