તાપી જિલ્લામાં પ્રથમ વાર “પલાશ પર્વ”-હોળી મહોત્સવનું આયોજન

Contact News Publisher

આગામી ૮મી માર્ચ થી ૧૦મી માર્ચ દરમિયાન નિઝરના રૂમકીતલાવ ખાતે “પલાશ પર્વ”-હોળી મહોત્સવ યોજાશે
……..
સોંગાડ્યા પાર્ટી, સખી મંડળના સ્ટોલ પ્રદર્શન, એક્ઝીબશન અને સ્વાદિષ્ટ પકવાનોનો લાહ્વો માણવાના અનેરો અવસર
……..
માહિતી બ્યુરો,તાપી તા.૦૬ સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડ વિભાગ દ્વારા પ્રેરીત અને જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા આયોજીત આગામી તા.૦૮/૦૩/૨૦૨૩ થી તા.૧૦/૦૩/૨૦૧૩ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ દરમિયાન તાપી જિલ્લામાં નિઝર તાલુકાના રૂમકીતલાવ ખાતે પ્રથમવાર “પલાશ પર્વ”-હોળી મહોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા(બારડોલી-23), વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી અને તાપી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા,ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીત, ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા ઉપસ્થિત રહશે.
“પલાશ પર્વ”(હોળી મહોત્સવ)નો શુભારંભ કાર્યક્રમ તા.૮માર્ચ, ૨૦૨૩,સાંજે ૪:૩૦ કલાક થી ૬:૩૦ કલાકે યોજાશે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમના આકર્ષણ રૂપે કેવડીપાડા સોંગાડ્યા પાર્ટી તથા તા. ૯ માર્ચ, ૨૦૨૩, સાંજે ૪:૩૦ કલાક થી ૬:૩૦ કલાક મદન & ગોટુ મામા સોંગાડ્યા પાર્ટી અને સમાપન કાર્યક્રમ તા. ૧૦ માર્ચ, ૨૦૨૩, સાંજે ૪:૩૦ કલાક થી ૬:૩૦ કલાકે થશે. આ સાથે વિવિધ સખી મંડળના સ્ટોલ પ્રદશન, એક્ઝીબશન અને સ્વાદિષ્ટ પકવાનોનો લાહ્વો માણવાના અનેરો અવસર રૂપે આ હોળી મહોત્સવની ઉજવણીમાં તમામ તાપીવાસીઓને ઉત્સાહભેર સહભાગી થવા જિલ્લા વહિવટી તંત્ર તાપી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *