શ્રીમતી કે.વી. માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલયમાં ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન
ઓલપાડ તાલુકાની કે.વી.માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલય, જોથાણ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં મનહરભાઈ સાસપરા, મનુભાઈ માંગુકિયા, કાનજીભાઈ ભાલાળા, નરેન્દ્રભાઈ કુકડીયા, માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર આશાબેન ગોપાણી, સંસ્થાનાં સ્થાપક કાનજીભાઈ બોરડા, સંસ્થાનાં પ્રમુખ ભગવાનભાઈ બોદરા ઉપરાંત ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવવા ઇનામ વિતરણ ઉપરાંત ધોરણ 10 અને 12 બોર્ડનાં પરીક્ષાર્થીઓ માટે શુભેચ્છા સંદેશ તથા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા પરિવારનો સ્નેહમિલન એ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના તેમજ સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે તપોવન પદ્ધતિનું શિક્ષણ, પ્રકૃતિનાં ખોળે મળતી કેળવણી જ સાચી કેળવણી છે. સંસ્થાનાં પ્રમુખ ભગવાનભાઈ બોદરાએ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી આશીર્વચનો પાઠવ્યા હતાં. અંતમાં આભારવિધિ શાળાનાં આચાર્યા શ્રીમતી પદમાબેને આટોપી હતી.