નિઝર તાલુકાના વેલ્દા ગામના સરપંચ અને ડે. સરપંચને હોદ્દા પરથી દૂર કરવાની માંગ સાથે આવેદન પત્ર અપાયું
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલ્દા ગામના ગ્રામજનો દ્વારા હાલના સરપંચ અને ડે. સરપંચે હોદ્દાનો દુરઉપયોગ કર્યો હોવાના આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપી, હાલના સરપંચ અને ડે. સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવે એવી માંગો ગ્રામજનો કરી રહયા છે.
ગ્રામજનો જણાવે છે કે સરપંચ અને ડે. સરપંચના ભ્રષ્ટ્રાચારથી પૂરું ગામ કંટાળી ગયું છે. વેલ્દા ગામમાં દરેક ગલીમાં ગંદકી જોવા મળી રહી છે. સરપંચના પતિ કિશોર રાજુ પાડવી, ડે. સરપંચ અને કહેવાતા લેભાગુ કોન્ટ્રાકટર રાજુ બન્યા પાડવી પંચાયતના તમામ કામો કરે છે. તમામ કામોની તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટ્રાચાર નીકળશે !? જ્યાં કામ કરવાનું હોય છે ત્યા કામ થતું નથી ? ખુલ્લેઆમ વેલ્દા ગ્રામપંચાયતના સરપંચ, સરપંચ ના પતિ, અને કહેવાતા લેભાગુ કોન્ટ્રાકટર રાજુ બન્યા પાડવીની લુખ્ખાગીરી સામે આવતા લોકોમા આક્રોશ જોવા મળી રહ્યો છે ! લોકોને ખુલ્લેઆમ દાદાગીરી કરી દબાવવાનો પ્રયાસ કરવામા આવે છે. દાદાગીરી વાળા સરપંચ, સરપંચના પતિ, સરપંચના સસરા તેમજ કહેવાતા લેભાગુ કોન્ટ્રાકટર હોય તો ગામના વિકાસ ના બદલે વિનાશ જ થશે. સરપંચ, સરપંચના પતિ, સરપંચના સસરા તેમજ કહેવાતા લેભાગુ કોન્ટ્રાકટરે ભ્રષ્ટ્રાચારમાં પીએચડી કર્યુ હોય એવુ લાગે છે? વેલ્દા ગામમાં એટલે જ તો એક નંબરનો ભ્રષ્ટ્રાચાર થાય છે !? સરપંચ કોણ છે અને પંચાયતનો વહીવટ કોણ ચલાવે છે ? તે પણ તપાસનો વિષય છે ? ગ્રામસભા હોય ત્યારે સરપંચના પતિ અને સરપંચના સસરા તેમજ કહેવાતા લેભાગુ કોન્ટ્રાકટર રાજુ બન્યા પાડવીએ ગ્રામજનો સાથે જાહેરમાં અભદ્ર વ્યવહાર કરતા આવેલ છે. ગ્રામસભામાં એક પણ વાર સરપંચના મોઢામાંથી એક શબ્દ નીકળતો નથી !? અને જાગૃત લોકો પર ખોટા ખોટા આક્ષેપો લગાવી નિઝર પોલીસ સ્ટેશનમાં કેસો કરે છે ! નિઝર પોલીસ તંત્ર પર પણ સવાલ ઉભો થાય છે કે નિઝર પોલીસ તંત્ર તપાસ કર્યા વગર જ નિર્દોષ (જાગૃત નાગરિકો )ને હેરાનગતિ કરાવે છે ? જે ખરું હોય તે દેખાતું નથી ? જે ખોટું હોય તે પહેલા દેખાઈ જાય છે ? એટલા માટે લોકો પોલીસ તંત્ર પર વિશ્વાસ કરતા નથી.
વેલ્દા ગામના ગ્રામજનો દ્રારા રાજુ બન્યા પાડવી, અને સરપંચ, સરપંચના પતિ અને ડે. સરપંચ અને અન્ય લુખ્ખા તત્વ પર ગુનો દાખલ કરવામાં આવે એવી માંગો સાથે આજ રોજ નિઝર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ને અરજી આપવામાં આવી છે. નિઝર પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ. દ્રારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ખરી ? વેલ્દા ગામના તમામ વિકાસના કામોમાં મોટોપાયે સરપંચ, ડે. સરપંચ અને કહેવાતા લેભાગુ કોન્ટ્રાકટર ભ્રષ્ટ્રાચાર કરવામાં આવેલ છે જેની ગ્રામજનો વતી ગ્રામપંચાયતમાં રજુઆત કરવામાં આવે તો સરપંચ, ડે. સરપંચ, સરપંચના પતિ અને લેભાગુ કોન્ટ્રાકટર દ્રારા અભદ્ર વ્યવહાર અને પશબ્દો બોલવામાં આવે છે. અને પંચાયતમાં જાગૃત નાગરિકોને માર પણ મારવામાં આવે છે ! હાલના સરપંચ, સરપંચના પતિ, ડે. સરપંચ, સરપંચના સસરા લેભાગુ કોન્ટ્રાકટર કહે છે કે ગામમાં જે કરશુ તે અંગે કોઈને જવાબ આપવાનો રહેતો નથી !!
ખરેખર વેલ્દા ગામમાં તાનાશાહી ચાલે છે ! આ લોકશાહીનું હનન છે ? વેલ્દામાં કોઈ પણ વિવાદ થાય તો સરપંચ, સરપંચના પતિ અને સરપંચના સસરા કહેવાતા લેભાગુ કોન્ટ્રાકટર દ્રારા નિર્દોષ લોકો પર ખોટા પોલીસ કેસ કરવામાં આવે છે. વેલ્દા ગ્રામ પંચાયતમાં વર્ષ:૨૦૨૧થી અત્યાર સુધી થયેલ તમામ ગ્રાંટના કામોની તપાસ માટે વિઝીલેન્સ ટીમ આવે અને વેલ્દા ગામમાં તપાસ હાથ ધરે તો હાલના સરપંચ, ડે. સરપંચ, લેભાગુ કોન્ટ્રાકટર સહિત ભ્રષ્ટ્રાચારમાં લિપ્ત મળશે !? ગ્રામજનો જણાવે છે કે સરપંચને તાત્કાલિક હોદ્દા પરથી દુર કરવામાં આવે અને લેભાગુ કોન્ટ્રાકટર પર કડક કાર્યવાહી કરવામાં આવે અને હાલમાં વેલ્દા ગ્રામપંચાયતમાં કોઈ પણ પ્રકારના કોન્ટ્રાકટરના કામો કહેવાતા લેભાગુ કોન્ટ્રાકટરને આપવા નહીં ?
ગ્રામજનો દ્રારા ચમકી પણ ઉચ્ચરવામાં આવેલ છે કે અમારી રજુઆત ના આધારે દિન-૭ માં કોઈ કાર્યવાહી કરવામાં ન આવશે તો તાલુકા પંચાયતની સામે હળતાલ કરવી પડશે ? તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્રારા વેલ્દા ગામના ગ્રામજનોને આશ્વશન આપતા કીધું છે કે, તમારી રજુઆતનું નિરાકરણ લેવામાં આવશે. ત્યારે હાલમાં જોવાનું રહયું કે કસુરવારો પર શું પગલાં લેવામાં આવશે ? જે આવનાર સમયમાં ખબર પડશે ?