‘વસુધૈવ કુટુંબકમ’-ની વિભાવના દ્વારા સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે આગળ વધવા જનકલ્યાણનો માર્ગ બતાવવાનું કામ ભારતે કર્યું છે.: સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા
વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને પડોસ યુવા સંસદ કાર્યક્રમ યોજાયો
……………….
નેહરુ યુવા કેંન્દ્ર તાપી તથા યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય,ભારત સરકાર દ્વારા આયોજિત જિલ્લા સ્તરિય પડોસ યુવા સંસદ કાર્યક્રમ
……………….
માહિતી બ્યુરો, તાપી તા.02: નેહરુ યુવા કેંન્દ્ર તાપી તથા યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય,ભારત સરકાર દ્વારા આયોજિત જિલ્લા સ્તરિય “પડોસ યુવા સંસદ કાર્યક્રમ” ,વૈશ્વિક મંચ પર ભારતનો ઉદય ‘G-20’ વાસુદેવ કુટુમ્બકમ ‘”એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય”’ની થીમ આધારિત કાર્યક્રમ સાંદસશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુ વસાવાએ અધ્યક્ષસ્થાનેથી સૌ યુવાઓને સંબોધતા જણાવ્યું હતું કે,ભારત દેશને જ્યારે G-20ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે ત્યારે સામાજીક, આર્થીક અને ટેકનોલોજી દ્વારા વિશ્વ સાથે કદમ મીલાવીને આગળ વધીએ તે માટે સરકારે વૈશ્વિક સ્તરે પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ, આંતર રાષ્ટ્રીય મીલેટ વર્ષ અને G-20ની અધ્યક્ષતા એ આપણા દેશ માટે ત્રિવેણી સંગમ સમાન છે. ‘વસુધૈવ કુટુંબકમ’- સમગ્ર વિશ્વ જ એક પરિવાર છે’ એવી વિભાવના રજુ કરી ભારતે સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે આગળ વધવા આહવાન કર્યું છે. G-20 સિવાયના પણ દેશો પણ ભારતમાં આવે તે માટે જનકલ્યાણનો માર્ગ બતાવવાનું કામ ભારતે કર્યું છે.
સાંસદશ્રીએ ઉપસ્થિત યુવાઓને “પંચ પ્રાણ ઓફ અમ્રીત કાલ” વિશે સમજાવતા કહ્યુ હતું કે, દેશના વિકાસમાં ભાગીદાર બનીએ, સ્વચ્છતાને સ્વભાવ બનાવીએ, આપણા વારસા ઉપર ગર્વ કરીએ, એકતાની ભાવનાને વધુ ઉજાગર કરીએ, અને એક જાગૃત ભારતીય નાગરિક તરીકેની ફરજ અદા કરીએ એમ આહવાન કર્યું હતું. અંતે તમણે સૌને સાંસદનું સંચાલન અને કાર્યપ્રણાલી અંગે વિગતવાર જાણકારી આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા સૌને G-20ની મહત્વતા અને વડાપ્રધાનશ્રી દ્વારા લેવામાં આવેલ ઔતિહાસિક નિર્ણયો અંગે સૌને અવગત કરી તેના ઉપર ગર્વ કરવા જણાવ્યું હતું. તેમણે યુવાનોને તમામ રીતે સક્ષમ બનાવવા ગુજરાત સરકાર કટીબધ્ધ છે એમ ઉમેર્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે સૌને G-૨૦ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. ભારતને તા.૦૧ ડિસેમ્બર,૨૦૨૨ થી ૩૦ નવેમ્બર-૨૦૨૩ સુધી G-૨૦ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં G-20 હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે તાપી જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા G-20 સમિટ હેઠળ વિવિધ અભિયાનો, કાર્યક્રમો અંગે જાણકારી આપી હતી. અંતે તેમણે ભારતને વિશ્વગુરૂ બનાવવાના વડાપ્રધાનશ્રીના લક્ષ્યને હાંસલ કરવા સૌ યુવાઓને તેમા સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ડો.ધર્મેશ કાપડિયાએ G-20 સમિટ અંગે તથા ડૉ.પી.પી ચૌધરી દ્વારા ઇન્ટરનેશનલ મીલેટ યરના મહત્વ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. કે.કે.કદમ કન્યા વિદ્યાલયની બાળાઓ દ્વારા પણ G-20 સમિટ અંગે વિદ્યાર્થીઓને વિશેષ જાણકારી આપી હતી. આ સાથે વિવિધ શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના આરંભમાં સ્વાગત પ્રવચન કરતા નેહરૂ યુવા કેન્દ્રના સચિન શર્માએ આજના “પડોસ યુવા સંસદ કાર્યક્રમ” અને G-20 સમિટ અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે આભાર દર્શન રાજેશ પટેલે તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્પિતા પંચાલે કર્યું હતું.
આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રામુખશ્રી સેજલબેન રાણા, કારોબારી અધ્યક્ષશ્રી કુલીન પ્રધાન, વ્યારા પ્રાંત આર.સી.પટેલ, વ્યારા મામલતદાર હિમાંશુ સોલંકી સહિત વિવિધ મહાનુભાવો તથા નેહરૂ યુવા કેન્દ્ર, તાપીના અધિકારી કર્મચારી સહિત વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ થતા શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નેહરૂ યુવા કેન્દ્ર, તાપી તથા યુવા વિકાસ વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
000000000000