શાળામા તાળા તોડી કોમ્પ્યુટરની ચોરી કરી વેચાણ કરતા આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા શરીર/મિલકત સબંધિત તેમજ વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે અનુસંધાને
(૧) પો.ઈન્સ.શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો.જગદીશભાઇ જોરારામભાઇ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી-વ્યારાને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે “ એક ઈસમ સરવાળા ગામની શાળાની સામે આવેલ જુના ખુલ્લા મકાનમા ચોરી કરેલ કોમ્પ્યુટરના સરસામાન સંતાડતો હોવાની બાતમી હકિકત મળતા જે બાતમી હકિકત આધારે મોજે સરવાળા ગામે આવેલ સરકારી માધ્યમિક પ્રાથમિક શાળા સામે આવેલ એક જુના ખુલ્લા મકાન પાસે તા.નિઝર ખાતે મકાનમા અંદર જતા આરોપી- કલ્પેશ ઉર્ફે હર્ષ કિશોરભાઇ પટેલ ઉ.વ.૨૦ રહે સરવાળા ગામ જુના પ્લોટ ફળીયા તા.નિઝર જી તાપી હાજર મળી આવેલ તેના કબ્જામા રાખેલ કોમ્પ્યુટરના બે એલ.ઇ.ડી. મોનીટર તથા બે સી.પી.યુ તથા એક ડીઝીટલ સેટેલાઇટ રીસીવર જે સાધનો બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપતો હોઇ આરોપીને વિશ્વાસમાં લઇ સધન પુછપરછ કરતા આશરે દશેક દિવસ પહેલા રાત્રીના આશરે નવેક વાગ્યાના અરસામા ઉપરોકત પોતે સરવાળા સરકારી માધ્યમિક શાળામા આવેલ ઓફીસના દરવાજાનુ તાળુ પથ્થર વડે તોડી ઓરડાની અંદર પ્રવેશ કરી ઓફીસમા રહેલ કોમ્પ્યુટરના બે એલ.ઇ.ડી. મોનીટર તથા બે સી.પી.યુ તથા એક ડીઝીટલ સેટેલાઇટ રીસીવર તથા એક એક્સેટેશન બોર્ડ લઈ આવેલ હોવાનું જણાવતા આજરોજ આ સામાન વેચાણ કરવા માટે લેવા આવેલ તે દરમ્યાન પકડી પાડી આરોપીના કબજામાંથી એક વિવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ.૨૦૦૦/- કોમ્પ્યુટરના સાધનો (૧) ACER કંપનીનુ મોનીટર જેના ઉપર સ.મા.શા.સરવાળા/LED મોનીટર/૨/૧૧નુ લખેલ છે જેની આશરે કિ.રૂ.૩૦૦૦/- (૨) ACER કંપનીનુ મોનીટર જેના ઉપર સ.મા.શા.સરવાળા/LED મોનીટર/૪/૧૧નુ લખેલ છે જેની આશરે કિ.રૂ.૩૦૦૦/- (3) ACER કંપનીનુ CPU જેના ઉપર સ.મા.શા.સરવાળ/CPU/૩/૧૧નુ લખેલ છે જેની આશરે કિ.રૂ.૪૦૦૦/- (૪) ACER કંપનીનુ CPU જેના ઉપર સ.મા.શા.સરવાળા/CPU/૫/૧૧નુ લખેલ છે જેની આશરે કિ.રૂ.૪૦૦૦/- (૫) એક ડીઝીટલ સેટેલાઇટ રીસીવર જેના ઉપર EDUSAT-5000નુ લખેલ હોય જેની કિ.રૂ.૫૦૦/- (૬) એક વાયર સાથેનું પ્લાસ્ટીકનુ એક્સટેશન બોર્ડ જેની આશરે કિ.રૂ.૨૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૬,૭૦૦/- મુદ્દામાલ સાથે તા.૦૧/૦૩/૨૦૨૩ ના રોજ પકડી પાડી આગળની તપાસ નિઝર પોલીસ સ્ટેશનને સોંપાયેલ છે.
કબજે કરેલ મુદ્દામાલ
એક વિવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ.૨૦૦૦/- કોમ્પ્યુટરના સાધનો (૧) ACER કંપનીનુ મોનીટર જેના ઉપર સ.મા.શા.સરવાળા/LED મોનીટર/ર/૧૧નુ લખેલ છે જેની આશરે કિ.રૂ.૩૦૦૦/- (૨) ACER કંપનીનુ મોનીટર જેના ઉપર સ.મા.શા.સરવાળ/LED મોનીટર/૪/૧૧નુ લખેલ છે જેની આશરે કિ.રૂ.૩૦૦૦/- (3) ACER કંપનીનુ CPU જેના ઉપર સ.મા.શા.સરવાળા/CPU/૩/૧૧નું લખેલ છે જેની આશરે કિ.રૂ.૪૦૦૦/- (૪) ACER કંપનીનુ CPU જેના ઉપર સ.મા.શા.સરવાળા/CPU/૫/૧૧નું લખેલ છે જેની આશરે કિ.રૂ.૪૦૦૦/- (૫) એક ડીઝીટલ સેટેલાઇટ રીસીવર જેના ઉપર EDUSAT-5000નુ લખેલ હોય જેની કિ.રૂ.૫૦૦/- (૬) એક વાયર સાથેનું પ્લાસ્ટીકનુ એક્સટેશન બોર્ડ જેની આશરે કિ.રૂ.૨૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૬,૭૦૦/- નો મુદ્દામાલ
શોધાયેલ ગુના-
નિઝર પો.સ્ટે. પાર્ટ A ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૭૨૩૦૧૫૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ મુજબના ગુનાઓ રજીસ્ટર થયેલ છે.
ગુન્હો કરવાનો એમ.ઓ.
શાળામા આવેલ ઓફીસના દરવાજાનુ તાળુ પથ્થર વડે તોડી ઓરડાની અંદર પ્રવેશ કોમ્પ્યુટરોની ચોરી કરવાનો
કામગીરી કરનાર ટીમ
એ.એસ.આઇ.ગણપતસિંહ રૂપસીંહ, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. જગદીશભાઇ જોરારામ, અ.હે.કો.અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો.પ્રકાશભાઇ અરવિંદભાઇ, પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો.રોનકભાઈ સ્ટીવન્શનભાઈ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇએ કામગીરી કરેલ છે.