ધી બુદ્ધિસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર પરિવારનાં સહયોગથી સોનગઢ ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની પૂણકદની પ્રતિમાનું અનાવરણ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આધુનિક ભારતના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડો. બાબા સાહેબ આંબેડકરની આજ રોજ પૂર્ણ કદની પ્રતિમાનુ અનાવરણ પહેલાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભવ્ય રેલી કાઢી સાંજે નગરનાં રાજકીય બિન રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક વંદનીય ભંતે સુમેઘ બોધી (ચૈત્યભૂમિ ભિખ્ખુ સંઘ મુંબઈ)ની ખાસ ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે બાબાસાહેબ આંબેડકરની ૮ ફૂટની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ખુલ્લી મુકાઈ હતી અને આ પ્રતિમાને જોઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જાણે સોનગઢનું કોઈ અધૂરું કાર્ય પૂર્ણ થયું હોય તેવું વાતાવરણ લાગી રહ્યુ હતુ અને જાણે સોનગઢ નગરમાં ધ બુધિષ્ઠ ચેરીટેબલ ટ્રસ્ટનું સ્વપ્ન સાકાર થયો હતો જ્યારે આ બાબા સાહેબ આંબેડકરની પૂર્ણકદની પ્રતિમાએ જાણે સોનગઢની શોભા વધાવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ પ્રતિમાના અનાવરણ કરતાં પહેલાં વંદનીય ભંતે સુમેઘ બોધીજીએ ધી બુદ્ધિસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ સોનગઢ અને કેદાર પરિવારનાં સંહયોગને અતિ મહત્વનું ગણાવ્યું તેમજ તેમના કાર્યને બિરદાવ્યું હતું. કાર્યક્રમનું આયોજન ધી બુદ્ધિસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ અને સમસ્ત કેદાર પરિવાર દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં ભારતીય બૌદ્ધ મહાસભાનો અનમોલ સાથ સહકાર રહ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *