તાપી જિલ્લામાંથી યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને તથા યોગને પ્રોત્સાહન મળે તે માટે “ગુજરાત રાજય યોગ એવોર્ડ”

Contact News Publisher

આગામી ૧૦મી માર્ચ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તાપી ખાતે અરજી આપવાની રહેશે.
……….

માહિતી બ્યુરો, તાપી તા.૨૪ રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે “ગુજરાત રાજય યોગ એવોર્ડ” આપવાનું નકકી કરેલ છે, જે અંતર્ગત અરજી કરતી વખતે વ્યકિત ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલુ હોવું જોઈએ અને યોગ બોર્ડનું યોગ કોચ / યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતો હોવો જોઈએ, એવોર્ડ મેળવવા ઉંમરનો કોઈ બાધ નથી. એવોર્ડ માટે સત્ય અને અપડેટ કરેલ પ્રોફાઇલ(બાયોડેટા) પુરાવા સાથે રજુ કરવાના રહેશે. અરજી કરતી વખતે નામ, ફોટો, સરનામું, અને ફોન નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા કાર્યના ફોટા સાથેના નકકર પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનાના પુરાવા સાથેનો એક પેજનો બાયોડેટા આગામી તા. ૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી / જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી (જિલ્લા સેવા સદન બ્લોક નં,૬ પ્રથમ માળ, વાડી, વ્યારા જિ.તાપી) ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી માટે સ્થાનિક જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે,એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other