વ્યારા સુગર ફેકટરીના ખેડૂતો અને કર્મચારીઓ નાણાં પરત કરાવવા આગેવાનોની MD સાથે બેઠક

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભુતકાળમાં AKSM દ્વારા ખેડૂતો માટે ચળવળ ચલાવનાર રોમેલ સુતરિયા આગેવાનો સાથે બેઠકમાં હાજર રહ્યા.

શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. તાપી જીલ્લાની જીવાદોરી સમાન છે.શેરડી પકવતા આદિવાસી ખેડૂતો ના વર્ષ ૨૦૨૧/૨૨ ના અંદાજે ૩૧૦૦૦ ટન શેરડીના નાણાં ખેડૂત સભાસદોને ચુકવવામાં વિલંબ થયો છે.MD અર્જુન પટેલ ના કહેવા મુજબ ઘણા સભાસદો ને હપ્તા ચૂકવાયા છે પરંતુ ઘણા ખેડૂતો ના નાણાં હજુ સુધી આપી શકાય નથી.એડ્મિન ગ્રુપ અને કસ્ટોડિયન કમિટી દ્વારા સરકાર માં ૩૦ કરોડ રૂપિયા સહાય માટે પ્રપોસલ દરખાસ્ત સરકાર માં મોકલી આપેલ છે.

કામના વર્ષ દરમિયાન અંદાજે ૧૧,૦૦૦ ટન શેરડી વ્યારા સુગર ફેકટરી ખાતે ખરાબ મશીનરીના કારણે પીલાણ કરાતા મોટું નુક્સાન થયું હતું.૧૦૦ કિલો ખાંડનું ઉત્પાદન થવાની જગ્યાએ માત્ર ૧૨ કિલો ખાંડનું ઉત્પાદન થવાની વાત બેઠકમાં ચર્ચા નો વિષય બની હતી.આટલુ મોટું નુકશાન કોનાં ભુલથી થયું તે ગંભીર તપાસનો વિષય છે.સાથે જ વ્યક્તિગત કોઈ પણ વ્યક્તિઓ દ્વારા વ્યારા સુગર ફેકટરી માં એક પણ રૂપિયો રોકાણ કરવામાં આવ્યું નથી આમ કોઈ ખેડૂત સભાસદોને ગેરમાર્ગે દોરે તો કાયદેસર કાર્યવાહી ખેડૂતો હાથ ધરી શકે છે.સાથે જ મ્રુત્યુ પામેલ સભાસદોના પરિવાર જનો શેર ટ્રાન્સફર કરાવી શકે તે બાબતે MD દ્વારા સકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.સુગર ફેક્ટરી ખાતે ઓર્ગેનિક ખેતી તેમજ ઓર્ગેનિક ઉત્પાદનો માટેનું બજાર ઉભુ કરવા બાબતે સામાન્ય ચર્ચા કરવામાં આવી હતી.જેથી સુગર ફેકટરી નું સાથે સાથે ખેડૂતો માટે વધુ આવક ના સાધનો ઊભા કરવા પ્રયત્ન કરવા પ્રયત્ન કરવા વાતચીત કરવામાં આવી.સાથે જ ફેક્ટરી દ્રારા આદિવાસી ખેડૂતો ને ભુતકાળમાં આપવામાં આવેલ જમીનોમાં બોજા પાડવામાં આવેલ છે તે બાબતે યોગ્ય નિર્ણય કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આવનાર દિવસોમાં વર્તમાન માં વ્યારા સુગર ફેકટરી કસ્ટોડિયન કમિટી ના ચેરમેન માનસિંગ પટેલ સાથે આગેવાનો ની બેઠક આયોજિત કરવામાં આવનાર છે.સમગ્ર બેઠકથી આદિવાસી પંથકમાં ખેડૂત સભાસદોમાં આશાનું કિરણ ઊભું થયેલ છે હવે જોવાનું તે રહે છે કે સમસ્યાનો ઉકેલ સંવાદથી આવી શકશે કે સંઘર્ષ એ જ વિકલ્પ ની દિશા માં પોતાના ઉત્પાદન નાણાં મેળવવા લડત શરૂ કરવી પડશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *