એસ.એસ.સી.અને એચ.એસ.સી માર્ચ-૨૦૨૩ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને દરેક વિષયોમાં માર્ગદર્શન મળી રહે તે હેતુથી માર્ગદર્શક વિડીયો અપલોડ કરવામાં આવ્યા

Contact News Publisher

જિલ્લાની યુટ્યુબ ચેનલ Collector &DM Tapi પર દરેક વિષયોમાં માર્ગદર્શન મળી રહેશે

……………..
માહિતી બ્યુરો તાપી.તા.૨૩* તાપી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત પ્રયાસથી તાપી જીલ્લાના માર્ચ-૨૦૨૩મા એસ.એસ.સી.અને એચ.એસ.સી. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને દરેક વિષયોમાં માર્ગદર્શન મળી રહે તે હેતુથી માર્ગદર્શક વિડીયો બનાવી અપલોડ કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લામાં આવેલ ૧૫૮ માધ્યમિક શાળાઓ પૈકી કુલ-૨૩ શાળાઓના ૨૩ તજજ્ઞો શિક્ષકો દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) માં સરળતાપૂર્વક ઉતીર્ણ થઇ શકાય તે માટે કુલ – ૫૭ માર્ગદર્શક વિડીયો બનાવી “પરીક્ષા સેતુ પ્રકલ્પ” કાર્યક્રમ અંતગર્ત જિલ્લાની યુટ્યુબ ચેનલ Collector &DM Tapi પર અપલોડ કરવામાં આવેલ છે.આ વિડીયો તાપી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરી માર્ચ-૨૦૨૩માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે તૈયારી કરવા માર્ગદર્શક બની રહેશે.

તાપી જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શક વિડિયોનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે.

0000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *