નવનિર્મિત માં એન્ડ ફેમિલી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના પ્રથમ વિના મુલ્ય નિદાન મેગા કેમ્પમાં જાહેર જનતાએ બહોળા પ્રમાણમાં ભાગ લીધો

Contact News Publisher

નિ:શુલ્ક મેગા કેમ્પ હેઠળ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ૧૧૦ દર્દીઓ નિ:શુલ્ક તપાસ સાથે રાહત દરે દવાઓ અને લેબોરેટરીની સેવાનો લાભ લીધો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : સોનગઢમાં તા. :૨૦/૦૨/૨૦૨૩માં એન્ડ ફેમિલી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ સોનગઢ તથા KH ન્યુરોન હોસ્પિલ અને સારથી સેવા ટ્રસ્ટ, સુરત દ્વારા આજે નિ:શુલ્ક આરોગ તપાસણી કેમ્પ યોજાયો હતો. માં એન્ડ ફેમિલી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ સોનગઢ ખાતે આયોજીત આ કેમ્પમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની પ્રસિદ્ધ ન્યુરોસર્જરી ટીમ,KH ન્યુરોન હોસ્પિટલના ડોકટરર્સની ટીમ દ્વારા
મગજ-મણકા-કરોડરજ્જુને લાગતી તમામ બીમારીઓ માટેનો વિના મુલ્ય નિદાન મેગા કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં સેવા આપનાર નિષ્ણાંત ડોક્ટર્સની ટીમમાં મગજ,મણકા અને કરોડરજજુ ના નિષ્ણાંત ડો.હરિન મોદી, ડો.કેયુર પ્રજાપતી, ડો.શ્રેયશ ચૌધરી, બાળ રોગ રક્તવિકાર, કર્ક રોગ સિકલસેલ નિષ્ણાંત ડૉ.શીતલ કુલકણી, કાન,નાક,ગળાના નિષ્ણાંત ડો.પ્રયત્નકુમાર,આ ઉપરાંત હાઇ બિ.પી. સુગર,અસ્થામાં શ્વાસને લાગતી તકલીફ વગેરે માટે એમ.ડી.ફિઝિશિયન ડો.દિપલ ગામીત તથા ફૅમિલી ફિઝિશિયન ડો.દિપક મરાઠેએ સેવા આપી હતી. સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે નવનિર્મિત માં એન્ડ ફેમિલી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના પ્રથમ મેગા ફ્રી કેમ્પમાં ૧૧૦ જેટલા દર્દીઓએ વિવિધ નિઃશુલ્ક તપાસનો લાભ લીધો હતો. આ સાથે રાહત દરે દવાઓ અને લેબોરેટરીની સુવિધાનો લાભ પણ જાહેર જનતાએ બહોળા પ્રમાણમાં લીધો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *