કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી)તા.૧૭: તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષ સ્થાને તથા ઇન્ચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર. જે. વલવી સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને બેઠકમાં રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના પરસ્પર સંકલન અને વ્યવહારુ અભિગમ અપનાવી લોકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા. ઉપરાંત તેમણે જિલ્લામાં “પ્રસાશન ગાંવ કી ઓર” અભિયાન હેઠળ અનુભવો અને ગ્રામલોકોની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જિલ્લામા હાઇ રિસ્ક વુમનને જાગૃત કરવા અને કુપોષણ સંબંધિત સમસ્યાઓ હલ કરવા, તથા શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને ગુડ ટચ-બેડ ચટ અંગે જાગૃત કરવા સેમીનારના આયોજન કરવા અંગે તથા તાપી હોલી ફેસ્ટીવલના આયોજન અંગે કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. અંતે અધિકારીઓને ઉપસ્થિત થતા વિવિધ મુદ્દાઓ અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. અગાઉની બેઠકમાં નોંધવામાં આવેલ મુદ્દાઓ અને તેના ઉપર થયેલ કામગીરી ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ બેઠકનું સંચાલન ઇંચા.ડી.ડી.ઓ તથા નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવીએ કર્યુ હતું. બેઠકમાં નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, ડી.સી.-1 તૃપ્તિ પટેલ, પ્રાયોજના વહિવટદારસુશ્રી અંકિતા પરમાર, કાર્યપાલ ઇજનેરશ્રી (મા.મ) મનિષ પટેલ, સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦