તાપી જિલ્લા “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક ઇંચા.ડી.ડી.ઓ અને અધિક નિવાસી કલેકટર આર.જે.વલવીના અધ્યક્ષસ્થાને યોજાઇ
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.15: તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક ઇંચા.ડી.ડી.ઓ અને અધિક નિવાસી કલેકટર આર.જે.વલવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી.
બેઠકમાં એક્શન ટેકન રીપોર્ટ અંગે વિવિધ એપ્રોચ રોડની આસપાસથી ઝાડી-ઝાખરા દુર કરવા, રોડ ઉપર સ્ટ્રીપ મુકવા અંગે, કનેક્ટીંગ રોડ ઉપર બમ્પ મુકવા, વિવિધ રોડ ઉપર સફેદ પટ્ટા ઘાટા કરવા, પેચ વર્ક કરવા તથા રોડ એન્જીનીયરીંગ સંબંધિત મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત નાગરિકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા, લાઇસન્સ તથા હેલ્મેટની ચકાસણી કરવા, શાળા-કોલેજોમાં વર્કશોપ કે સેમીનારના માધ્યમથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રોડ એક્સીડન્ટમાં મૃત્યુના આંકડાનું અવલોકન અને સમિક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં આર.એન.બી વિભાગનાશ્રી મનીષ પટેલ, મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી પાઉલ વસાવા, ડી.એસ.પી.શ્રી જાડેજા, એ.આર.ટીઓશ્રી એસ.કે.ગામીત સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000