ઉંચામાળા પ્રાથમિક શાળા સ્થાપના દિવસ અને વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી.

Contact News Publisher

૧૦૨ વર્ષ પૂર્ણ થતા ઉત્સવનો માહોલ, શાળાના જ વિદ્યાર્થી અલ્કેશભાઈ જી ચૌધરી હાલ શિક્ષણ વિભાગ ગાંધીનગર ખાતે ઉપસ્થિત સચિવ તરીકે ફરજ બજાવે છે.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૦: વ્યારાના ઊંચામાળા ગામે ૧૦૨ વર્ષ પહેલાં સ્થાપના થયેલ પ્રાથમિક શાળા ઊંચામાળા મુખ્યમાં સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતોગુજરાત ગુજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખશ્રી તથા તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સુધાકરભાઈ એલ ગામીતના અધ્યક્ષપણા હેઠળ અને સમારંભના ઉદ્ઘાટક અર્જુનભાઈ વી ચૌધરી ઉપપ્રમુખશ્રી તાપી જિલ્લા પંચાયત, નિતિનભાઈ એન ગામીત બાંધકામ અધ્યક્ષ તાપી જિલ્લા પંચાયત અને શ્રીમતિ આશાબેન આર ચૌધરી ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨ અને સમારંભના મુખ્ય મહેમાનો ગીરીશભાઇ ડી ચૌધરી,સિંહભાઈ એમ ચૌધરી,બકુલચંદ્ર આર ચૌધરી,અને કિરણભાઇ કે ગામીત દ્વારા સમગ્ર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી.અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ ક્ષેત્રે યશસ્વી રીતે શાળા સંકુલ ૧૦૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હોય તારીખ ૦૮/૦૨/૨૦૨૩ ના રોજ વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો અને શાળા પરિવાર દ્વારા તેમજ વાર્ષિક ઉજવણી સમિતિના મુખ્ય કન્વીનર આશિષભાઈ બી ચૌધરી એન્જીનીયર (DGVCL ) દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેક કાપીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકો, જ્ઞાનદીપ હાઈસ્કુલ ગામની બહેનો દ્વારા રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને આમંત્રિત મહેમાનો સહિત પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષકો,તથા નોકરી કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શાળા અને ગામના વિકાસ માટે ફાળો આપનાર વડીલોનું કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું.

સમારંભના મુખ્ય વક્તાઓ ડો.રાયસીંગભાઈ બી ચૌધરી અને ડો. દિલીપભાઈ એમ ગામીત તેમજ આશાબેન આર ચૌધરી અને છત્રસિંહભાઈ એમ ચૌધરીએ શાળા સંસ્કાર જીવન ઘડતર, આરોગ્ય, શિક્ષણ, સ્કીલ,તેમજ બાળક,શિક્ષક અને વાલી ત્રિવેણી સંગમ તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા,શિક્ષકો અને વાલીની ભૂમિકા તેમજ જ્ઞાન એ અર્વાચીન યુગનું શસ્ત્ર છે.જેવા વિષયો પર શાળા ,વાલીઓને તેમજ ગ્રામજનોને પ્રેરણાત્મક વકતવ્ય આપવામાં આવ્યું હતું. આશાબેન આર ચૌધરી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડવામાં આપ્યું હતું અને અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતાં શ્રીમાન અલ્કેશભાઈ જી ચૌધરી ગુજરાતમાં ચાલી રહેલ બજેટની કામગીરીને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતાં પરંતુ શાળા,વાલીઓ અને ગ્રામજનો માટે પ્રોત્સાહક સંદેશ પાઠવ્યો હતો જેમાં બાળકોના જીવનમાં ઢાળની ભૂમિકા ખુબજ અગત્યની હોય માટે શાળાનાં વિકાસ માટે તથા સારા શિક્ષણ માટે આપણું યોગદાન હોવું જોઇએ. આ સંદેશને શાળાનાં સંસ્મરણ તરીકે રાખવામાં આવશે. જે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોને હમેંશા પ્રેરણા આપતો રહેશે

કાર્યક્મમાં ગામના પૂર્વ સરપંચ શૈલેષભાઈ જી ચૌધરી સહિત સામાજિક અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળા ઊંચામાળાના આચાર્યશ્રી સંજયકુમાર જી ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સમૂહ પ્રિતિ ભોજન લઈ સમારંભની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *