તાપી જીલ્લાના દિવ્યાંગજનો માટે ઘર આંગણે યુ.ડી.આઇડી કાર્ડ માટે કેમ્પ યોજાશે
તાપી જીલ્લાના દિવ્યાંગજનો ઘર આંગણે યુ.ડી.આઇડી કાર્ડ(યુનિક ડિસેબીલીટી આઇડી કાર્ડ)મેળવી શકાશે
માહિતી બ્યુરો,તાપી તા.૦8 માન.મુખ્યમંત્રીશ્રીના ૧૦૦ દિવસ સંકલ્પ અનવ્યે રાજ્યમાં દિવ્યાંગજનોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે દરેક જિલ્લામાં જનરલ હોસ્પિટલ, મેડીકલ કોલેજ અને જીએમઇઆરએસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ દ્વારા “યુનિવર્સલ આઈડી ફોર પર્સન વીથ ડિસેબિલીટીઝ (UDID)” પોર્ટલ ઉપર રાજ્યના મહત્તમ દિવ્યાંગજનોને યુ.ડી.આઇ.ડી કાર્ડ મળી રહે તે માટે દરેક તાલુકા દીઠ કેમ્પનું આયોજન કરવા જણાવેલ છે.
જે અંતર્ગત તાપી જિલ્લામાં પણ ૧૦/૦૨/૨૦૨૩ના રોજ સા.આ.કેન્દ્ર વાલોડ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૭/૦૨/૨૦૨૩ ૨જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે, ૨૪/૦૨/૨૦૨૩ સા.આ.કેન્દ્ર ડોલવણ ખાતે તથા ૦૩-૦૩-૨૦૨૩ના રોજ સા.આ.કેન્દ્ર હિંદલા ખાતે, ૧૦/૦૩/૨૦૨૩ પ્રાયમરી હેલ્થ સેન્ટર બોરદા તા.સોનગઢ ખાતે, ૧૭/૦૩/૨૦૨૩, સા.આ.કેન્દ્ર નિઝર ખાતે ૨૪/૦૩/૨૦૨૩ સા.આ.કેન્દ્ર કુકરમુંડા ખાતે તથા ૩૧/૦૩/૨૦૨૩ના રોજ S.D.H. ઉચ્છલ ખાતે દિવ્યાંગજનોને યુ.ડી.આઇ.ડી કાર્ડ મળી રહે તે માટે કેમ્પ યોજશે.
તાપી જિલ્લામાં વસતા તમામ દિવ્યાંગજનોએ આ કેમ્પનો લાભ લેવા માટે પોતાના વિસ્તારની આશા બહેનોનો સંપર્ક કરવા અને આ કેમ્પનો મહત્તમ લાભ લેવા મુખ્ય તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ વ્યારાની અખબારી યાદીમા જણાવ્યું છે.
૦૦૦૦૦૦